Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ગઢડા મતદાર વિભાગના પ્રસિડીંગ ઓફિસર પોલીંગ સ્ટાફ માટે ચૂંટણીલક્ષી તાલીમ

 બોટાદઃ વિધાનગસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૭ અંતર્ગત ચુંગણીલક્ષી કામગીરી તેમજ માર્ગદર્શન અર્થે આજે બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા મતદાર વિભાગના પ્રિસાઇડીંગ ઓફીસર અને પોલીંગ ઓફિસરશ્રીઓને ગઢડા સ્થિત ભકતરાજ દાદા ખાચર કોલેજ ખાતે તાલીમ આપવામા આવી હતી. આ તાલીમની સાથોસાથ ચૂંટણી કામગીરીમા જોડાયેલા આ અધિકારી-કર્મચારીશ્રીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન પણ કર્યુ હતું. ગઢડા ખાતે યોજાયેલ આ તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદારનો કાર્યક્રમ ચાર તબક્કામાં  યોજાયો હોત. જેમા સવારના ૮.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન પ્રિસાઇડીંગ ઓફીસરશ્રીઓને સવારના ૧૧.૦૦ થી ૧.૦૦ મહિલા પોલીસ ઓફીસરશ્રીઓને તેમજ બપોરના ૧.૦૦ થી ૩.૩૦ અને ૩.૩૦થી ૫.૦૦ દરમિયાન પોલીંગ ઓફીસરશ્રીઓને તાલીમ આપવામા આવી હતી. તેવી જ રીતે સવારના ૯.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન મહિલા પોલીંગ ઓફીસરશ્રીઓએ ૧૧.૦૦ થી ૧.૦૦ દરમિયાન પ્રિસાઇડીંગ ઓફીસશ્રીઓએ અને બપોરના ૧.૦૦ થી ૩.૩૦ તથા ૩.૩૦ થી ૫.દરમિયાન પોલીસ ઓફીસરશ્રીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તાલીમમાં ૧૦૬ ગઢડા મતદાર વિભાગના ચુંટણી અધિકારીશ્રી પી.એલ.ઝણકાર તથા નોડલ અધિકારી-તાલીમ અને નાયબ કલેકટરશ્રી  કલેકટરશ્રી નસીમબેન મોદનના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના માસ્ટર ટ્રેઇનર દ્વારા અધિકારી-કર્મચારીઓને પાવર પોઇન્ટ પ્રેઝટેન્શન દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

(12:26 pm IST)