Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દેવભુમી દ્વારકા જીલ્લાની બન્ને વિધાનસભા બેઠકો માટે તંત્ર સજ્જ

ખંભાળીયા, તા., ૪: દેવભુમી દ્વારકા જિલ્લા કલેકટર તથા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી જે.આર.ડોડીયાના માર્ગદર્શન હેઠળ નાયબ જીલ્લા ચુંટણી અધિકારીશ્રી ઉંઘાડ દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે.

ખંભાળીયા ચુંટણી અધિકારીશ્રી ડી.સી. જોશી તથા મા. ચુંટણી અધિકારી મામલતદારશ્રી ચિંતન વૈષ્ણવ દ્વારા ખંભાળીયા ૮૧ વિધાનસભા વિસ્તારમાં ચુંટણી સ્ટાફને ટ્રેનીંગ આપીને તૈયાર કરાયા છે. તથા વી.વી.પેટના ઉપયોગ અને માર્ગદર્શન અપાયું હતું. ખંભાળીયા વિધાનસભામાં કુલ ર૬૪૩૩૯ મતદારો છે. તથા ર૩૦ મતદાન મથકો ખંભાળીયામાં છે અને ૯૭ મતદાન મથકો ભાણવડ વિસ્તારમાં છે તથા ખંભાળીયા વિધાનસભા વિસ્તારમાં કુલ ૧૬૩પ કર્મચારીઓની ચુંટણીમાં નિયુકતી કરાઇ છે તથા તેમને જરૂરી તાલીમો પણ તબક્કાવાર અપાઇ ગઇ છે તથા ૩૬ ઝોનલ તથા ૩૬ મદદનીશ ઝોનલ નિમાયા છે.

દ્વારકાની વિધાનસભા બેઠક માટે ચુંટણી અધિકારી ડે. કલેકટરશ્રી જાડેજા તથા મ.ચું. અ. મામલતદાર શ્રી દેસાઇ દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે. દ્વારકા બેઠકમાં ર૬૧૭પ૩ મતદારો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં ૧૭૪ બુથ તથા દ્વારકા તાલુકામાં ૧પર બુથો નોંધાયા છે.

૮ર દ્વારકા વિધાનસભા માટે કુલ ૧પ૮૦ કર્મચારીઓની કામગીરી માટે નિયુકતી કરવામાં આવી છે. જેમની સાથે ૩૬ ઝોનલ અધિકારી તથા ૩૬ મદદનીશ ઝોનલ અધિકારીઓ પણ મદદમાં રહેશે.

આ તમામ કર્મચારીઓને પણ તબક્કાવાર તાલીમ આપવામાં આવી છે.

ચુંટણી પંચના નિયમ અનુસાર ખંભાળીયા વિધાનસભાનો સ્ટાફ જે નિયુકત થયો હતો. તેની કામગીરી માટે દ્વારકા કલ્યાણપુર મુકવામાં આવશે તથા દ્વારકાના સ્ટાફને ખંભાળીયા-ભાણવડ તાલુકાના બુથો પર કામગીરી માટે મુકવામાં આવશે.

(12:25 pm IST)