Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ખંભાળિયામાં મતદાન જાગૃતિ

 ખંભાળીયાઃ દેવભુમિ દ્વારકા જિલ્લામાં મતદાર જાગૃતિ અંગે જિલ્લા કલેકટર ડોડીયા તથા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉંધાડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાર જાગૃતિ રેલી, માનવ સાંકળ, રંગોળી, સંકલ્પ પત્રો, પોસ્ટકાર્ડ, લેખન વિ. કાર્યક્રમો થઇ ચુકયા છે તેમાં તાજેતરમાં બાઇક રેલીનો કાર્યક્રમ યોજાયો હતો. શહેર તથા વાડી વિસ્તારના પ્રાથમિક શિક્ષકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવેલી જે રેલીનું પ્રસ્થાન પાલિકા બગીચા  ખંભાળીયાથી થયુ હતુ તથા આ પછી રેલી રેલ્વે સ્ટેશન, ચાર રસ્તા, સરકારી હોસ્પિટલ પાસે થઇને હરીપર ગામે પહોંચી હતી. બાઇક રેલીમાં પ્રા.જિ.શિ. ભાવસિંહ વાઢેર, અતુલભાઇ રાવલ, ટી.પી.ઓ.શ્રી રણમલભાઇ, હિમેન્દ્ર શુકલ, લકીભાઇ, ચોપડાભાઇ, રાણાભાઇ સહિત જોડાયા હતા તથા વિદ્યાર્થીઓ પણ બેનરો સાથે જોડાયા હતા તથા ટ્રાફીક પોલીસના જમાદારો પણ જીપ સાથે રેલીમાં જોડાયા હતા. તે તસ્વીર.

 

(12:19 pm IST)