Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ચૂંટણી ફરજ બજાવવા જતા શિક્ષકનું અકસ્માતમાં મોત

દ્વારકા નજીક કાર સાથે બાઇક અથડાયું

દ્વારકા તા.૪: દ્વારકાના વસઇ ચોકી નજીક કાર સાથે બાઇક અથડાતા ચૂંટણી ફરજ પર જઇ રહેલા શિક્ષકને ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજતાં પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી.

દ્વારકાના સુર્યાવદરના રહેવાસી અને મૂળવેલ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશ કચરાભાઇ વારોતરિયા (ઉ.વ.૩૭) નામના શિક્ષક ચૂંટણી ફરજ માટે દ્વાકદા જતા હતા. દ્વારકાના વસઇ ચોકડી પાસે કાર સાથે બાઇક અથડાતા ભયંકર અકસ્માત સર્જાતા બાઇકચાલક શિક્ષક રમેશભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે દ્વારકા પોલીસ દોડી આવીને મૃતદેહને કબ્જે કરીને એમ્બ્યુલન્સ મારફતે પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

(12:14 pm IST)