Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ધોરાજીમાં પુત્રને ગિલ્લોલથી ઇજા કરનારને સમજાવતાં પિતા ફારૂકભાઇને કાતર ઝીંકાઇ

લતીફ નામના શખ્સે હુમલો કર્યાનું કથનઃ ફકીર પ્રોઢને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૪: ધોરાજી બહારપુરામાં રહેતાં અને ઘર નજીક બજારમાં ઇંડાની લારી રાખી ધંધો કરતાં ફારૂકભાઇ બોદુભાઇ ગુંદાલીયા (ઉ.૫૨) નામના સિપાહી પ્રોૈઢને લતીફ નામના શખ્સે ઝઘડો કરી કાતરથી હુમલો કરી છાતીમાં ઘા ઝીંકી દેતાં ધોરાજી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.

ફારૂકભાઇ રવિવારે સાંજે પોતાની લારી ખોલી રહ્યા હતાં ત્યારે સાથે તેનો ૧૧ વર્ષનો પુત્ર રેહાન પણ હતો. રેહાન બાજુમાં વાળંદની દૂકાન બહાર બેઠો હોઇ તેને લતીફે ગિલ્લોલથી લોખંડની ગોળી મારતાં પેટમાં મુંઢ ઇજા થઇ હતી. આ બાબતે ફારૂકભાઇ લતીફને ઠપકો આપતાં તેણે ઉશ્કેરાઇ જઇ કાતરથી હુમલો કરી દીધાનું ફારૂકભાઇના પિતા બોદુભાઇ ઉમરભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી.

 

(12:13 pm IST)