Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જામકંડોરણા પાસે આઇશરે ટક્કર મારતા રિક્ષાના બે કટકા થઇ ગયાઃ આદિવાસી ડ્રાઇવરનું કરૂણ મોત

હું હમણા ફેરો કરીને ઘરે આવુ છું તેમ કહીને ગયેલઃ ધીરૂભાઇ દાહોદ જીલ્લાથી મજુરી કરવા જસાપર આવેલઃ ૪ પુત્રી અને ૧ પુત્ર નોંધારા બન્‍યાઃ રિક્ષાનો એક કટકો પ૦ ફુટ દુર ફેંકાયો-બીજો કટકો ટ્રક સાથે ખાડામાં ઉતરી ગયો

જામકંડોરણા-ધોરાજી તા.૪ : જામકંડોરણા-ધોરાજી હાઇવે રોડ પર આઇસર ટેમ્‍પો અને છકડો રીક્ષા વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્‍થળે મોત નિપજયુ હતુ.

મળતી માહિતી મુજબ જસાપર ગામે રહેતા ધીરૂભાઇ નાનજીભાઇ પલાસ (મુળ આંબલી ખજુરી તા.દેવગઢ, જી.દાહોદ) કાલે સવારે પોતાના રીક્ષા નં.જીજે-૬ઝેડ-૮૨૮૭માં મજુરોને દુધીવદર ગામે મુકવા ગયા હતા ત્‍યાંથી જામકંડોરણાથી ૪ કિ.મી. ધોરાજી હાઇવે પર કાપેલ ધાર પાસે સામેથી પુરપાટ આવતા આઇસર ટેમ્‍પો નં.જીજે-૩બીવી-૩પ૭૭એ ઠોકર મારતા રીક્ષા ચાલક ધીરૂભાઇ (ઉ.વ.૪ર)નું ઘટનાસ્‍થળે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા જામકંડોરણા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવેલ છે.

રીક્ષા ડ્રાઇવરનું ઘટનાસ્‍થળે મોત-ન જાણ્‍યુ જાનકી નાથે કાલે શું થવાનુ છે હું હમણા ફેરો કરીને ઘરે આવુ છું કહી ગયેલ રીક્ષા ચાલકનું મોત થયેલ છે.

જસાપર ગામે ઝુંપડા બાંધીને રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ધીરૂ આદિવાસી જસાપર ગામેથી ખેતરે મજુરો મુકી પરત આવતો હતો ત્‍યારે જામનગર તરફથી આવતો આયસરે જોરદાર ટક્કર મારતા રીક્ષાના બે ટુકડા થઇ ગયેલ અને એક ટુકડો પ૦ ફુટ જાણે દુર ઉડી ગયો અને બીજો ટુકડો ટ્રક સાથે ખાડામાં ઉતરી ગયો અને રીક્ષા ચાલકનું માથુ ચુંદાય જતા કરૂણ મોત થયેલ.

પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ગયેલ અને રસ્‍તાની બંને બાજુ ટ્રાફીકજામ થયેલ જે પોલીસે ટ્રાફીક ખુલ્લો કરેલ હતો. તેનુ મોત થતા ચાર પુત્રીઓ અને એક પુત્રને પિતાનો સહારો ગુમાવેલ હતો. એસઆઇ આઇ.એન.જાડેજા તપાસ ચલાવી રહેલ છે.

કાતર મારતા

ધોરાજીના બહારપુરા વિસ્‍તારમાં વાણંદની દુકાનમાંથી કાતર લઇ જાફર બોદુ ગુલાલીયાને એક શખ્‍સે છાતીના ભાગે મારતા જુનાગઢ ખસેડેલ હતો.

 

(11:34 am IST)