Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

બોટાદ - ગઢડાના ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓનું મતદાન

બોટાદ જિલ્લાના ૧૦૬ – ગઢડા વિધાનસભા મતદાર વિભાગ તથા ૧૦૭ - બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલીસ કર્મીઓ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો તેમજ તેમના ડ્રાઈવર કે જેઓ તા. ૯-૧૨-૨૦૧૭ ના રોજ યોજાનાર મતદાનના દિવસે ફરજ પર હોય, તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે હેતુથી બોટાદ સ્થિત સરકારી હાઈસ્કુલ ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.  બોટાદ જિલ્લાના ૧૦૬ – ગઢડા અને ૧૦૭ – બોટાદ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી ફરજ પર હોય તેવા જવાનો તથા તેમના ડ્રાઈવર મળી કુલ ૧,૦૪૦ લોકો પૈકી ૮૨૮ લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૧૦૬ – ગઢડામાં ૩૯૩ જવાનો પૈકી ૨૯૯ જવાનોએ અને ૧૦૭ – બોટાદમાં ૬૪૭ જવાનો પૈકી ૫૨૯ જવાનોએ મતદાન કર્યું હતુ.

 

(9:22 am IST)