Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ભારત-પાક બોર્ડર પર કચ્છની સીમા નજીક ૪.૮ ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો

બપોરના સવા ત્રણ વાગ્યે આવેલા જોરદાર આંચકાને પગલે લખપત, અબડાસા, ખાવડા, ભુજમાં અસર અનુભવાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: દિવાળીના તહેવાર વચ્ચે આજે બપોરે ૩.૧૫ વાગ્યે ભારત પાકિસ્તાન સરહદે આવેલા ભૂકંપના જોરદાર આંચકાને પગલે કચ્છ જિલ્લામાં તેની અસર અનુભવાઈ હતી. સરહદી તાલુકાઓ લખપત, અબડાસા, નખત્રાણા ઉપરાંત ખાવડા, ભુજ સહિત કચ્છના અન્ય વિસ્તારોમાં પણ આંચકો અનુભવાયો હતો.

ભુકંપના જોરદાર આંચકાના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લખપતના નવાનગર વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કોઈ બીજું મોટું નુકસાન થયું નથી. આંતરરાષ્ટ્રીય સીમાથી ૧૦ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

(6:27 pm IST)