Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જુનાગઢભાઇ ગિરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા દિપાવલી પર્વની અનોખીરીતે ઉજવણીઃ પુત્રવધુ અને પત્નિઓને લક્ષ્મી સ્વરૂપ માની પુજન કર્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ :  જુનાગઢના ડેપ્યટી મેયર અને રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચા આજે સવારે ૯.૩૦ કલાકે તેમના ગિરનાર દરવાજા સ્થિત ગિરીરાજ વીલા બંગલા ખાતે દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણીક રવામાં આવી હતી.

જેમાં ગિરીશભાઇ કોટેચા તેમના ધર્મપત્ની ગીતાબેન કોટેચા તેમજ તેમના પુત્ર પાર્થ કોટેચા તેમના પત્ની ચાંદનીબેનની તથા ધ ફર્ન લિયો રિસોર્ટના માલિક, વિપુલભાઇ કોટેચા તેમના પત્નિ રેશ્માબેન કોટેચાનું લક્ષ્મી  સ્વરૂપ માની પુજન કરશે. આ પ્રસંગે સમગ્ર કોટેચા પરિવાર દ્વારા પુત્રવધુ અને પત્નિઓનું પુજન કરી સમાજને અનોખો રાહ ચીંધેલ છે. શ્રી ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે ઘરમાં સ્ત્રીઓને લક્ષ્મી સ્વરૂપ માનવાથી કયારેય સંકટ આવતુ નથી અને લક્ષ્મીજીનો ઘરમાં કાયમ વાસ રહે છે. અમારા કોટેચા પરિવાર દ્વારા છેલ્લા દશ વર્ષથી પરિવારની પુત્રવધુ પત્નીઓનું દિપાવલી પર્વે પુજન કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા પણ સ્ત્રી શકિતને પ્રોત્સાહન આપવા સ્ત્રી સશકિતકરણ દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે. ત્યારે આ કોટેચા પરિવાર તો વર્ષોથી સમાજને એક નવો રાહ ચિંધતો આવ્યો છે. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:02 pm IST)