Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

વેરાવળમાં હજારો કરોડો હુડીયામણ આપતા જી.આઈ.ડી.સી વિસ્તારમાં અસામાજીક તત્વો, દ્વારા ગુંડાગીરી કરાતા ભારે ભય જીલ્લા કલેકટર,એસ.પીને આવેદન

ગુજરાત બહારથી આવતા ઉદ્યોગપતિઓ ઉપર હુમલાના બનાવથી ભારે રોષ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૪: જી.આઈ.ડી.સી વિસ્તાર ના માછીમાર ઉદ્યોગો કરોડો રૂપીયાનું વિદેશી હુડીયામણ રાજય,કેન્દ્ર ને આપે છે આ વિસ્તારમાં રાજય બહારના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં વેપાર ધંધો કરે છે અસામાજીક તત્વો દ્રારા ખુલ્લેઆમ ગુડાગીરી કરી હુમલો કરતા સીફુડએક્ષપોર્ટ એસો., વેરાવળ ઈન્સ્ટ્રીઝ એસો.ના ઉદ્યોગપતિઓ આગેવાનો દ્રારા જીલ્લા કલેકટર, એસ.પીને આવેદન આપી આવા તત્વો સામે કડક કામગીરી કરવા માંગ કરાયેલ છે

ઓલ ઈન્ડીયા સી ફુડ એક્ષપોર્ટ એસો.,વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એેસો.દ્રારા જીલ્લા કલેકટર,એસ.પી ને આવેદન પત્ર આપેલ છે કે ર૯ ઓકટોમ્બર ના રોજ જીની મરીન માલીક કે.ની.થોમસ ઉપર યોગેશ બાબુલાલ પરમારે મોટરકારમાં પથ્થરથી હુમલો કરેલ હતો જેથી આ ખા વિસ્તારમાં ભારે ભય ફેલાયેલ છે રાજય બહાર થી આવતા ઉદ્યોગપતિઓ પોતાના પરીવારની ચિતા કરે છે આ બનાવ બનતા  તેમાં મોટો ભય ફેલાયેલ છે કરોડો રૂપીયાનું હુડીયામણ રાજય કેન્દ્ર સરકારને કમાવી આપે છે આ બનાવ પછી ગુજરાત રાજય બહાર કાયમી વસવાટ કરવામાં આવે પોતાના ઉદ્યોગને બહાર લઈ જવામાં આવે તેવું પણ આયોજન કરી રહેલ છે સૌથી મોટું માછીમારનો ધંધો રોજગાર વેરાવળમાં જેથી આ વિસ્તારમાં આવતા ઉદ્યોગપતિઓ વિચારશે અબજો રૂપીયાનું રોકાણ જે રાજય માં શાંતિ સલામતી ખાત્રીહશે ત્યાં જશે.

જી.ની.મરીનના કે.ની.થોમસ ઉપર હુમલો કરેલ તેની સામે છેડતી,મારામારી,ધાકધમકી,ચોરી,હુમલો અને નુકશાની સહીતના ચાર ગુનાઓ ત્રણ વર્ષ માં નોધાયેલા છે તેમ જણાવેલ હતું આટલા મોટા બનાવને ગંભીરતાથી લઈ અને આ વિસ્તારમાં અસામાજીક તત્વો ગુડાગીરી કરતા હોય તેમની સામે કડક કામગીરી થાય તે માટે માંગણી કરેલ છે.

(1:01 pm IST)