Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

લીંબડીના શિયાણીમા નવજાત બાળાનો મૃતદેહ મળ્યો : શ્વાનોએ અંગો ફાડી ખાધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ : લીંબડી તાલુકાના શિયાણી ગામ પાસે વધુ એક નવજાત શિશુ બાળકી મૃત હાલતમાં મળી આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિયાણી ભરવાડ વાસ વિસ્તારમાં વસવાટ કરતા ગોવિંદભાઇ દાનાભાઇ જામોતર જાતે રાવળદેવ ઉં.વ.૫૫ઙ્ગ ફરીયાદ નોંધાવેલ છે કે, કોઇપણ સમયે શીયાણી ગામે આવેલ ફરીયાદીના ઘરના આથમણા કરાની બાજુમાં આવેલ ખંચાળી (ગલી)માં કોઇ અજાણ્યા આરોપી નામ સરનામુ નમુદ નથી. તઓએ તાજુ જન્મેલુ બાળક (છોકરી) કે જે જન્મ્યા પહેલા કે જન્મતી વખતે કે જન્મ્યા પછી ગમે તે રીતે મરણ ગયેલ હોય અને કોઇ કારણોસર આ નવજાત તાજી જન્મેલી બાળકીના જન્મની વાત છુપાવવા માટે આરોપીએ તેને મૃતદેહનો નિકાલ કરવા માટે ત્યજી દઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. વી.એન.ચૌધરી લીંબડી પો.સ્ટે. નાઓ કરે છે.

આ બાબતની જાણકારી ગામમાં વસવાટ કરનાર ગોવિંદભાઈ દામોદરને થતાં તેમને તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક સાધી અને પોલીસને બોલાવી હતી તે સમયમાં નવજાત બાળકીના અનેક અંગો કુતરા અને નોળિયા ખાઈ ગયા હતા તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:46 pm IST)