Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જૂનાગઢથી વિસાવદર આવતી મધ્યરાત્રીની છેલ્લી બસ ખખડધજ : અવારનવાર અધવચ્ચે બંધ પડતા રઝળતા મુસાફરો

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૪ : જૂનાગઢથી રાત્રીનાં ૧૦-૧૫ કલાકે ઉપડતી અને વિસાવદર મધ્યરાત્રીએ પહોંચતી છેલ્લી એસ.ટી.બસ ડ્રાઇવર-કંડકટરને એકદમ ખખડધજ ફાળવતા આ બસ અવારનવાર અધવચ્ચે બંધ પડતા મહિલા-બાળકો-વૃદ્ઘો સહિતનાં મુસાફરો અર્ધી રાત્રે અંતરિયાળ રઝળી પડે છે. એસ.ટી. સત્તાવાળાઓ જૂનાગઢથી રાત્રે આવવાની છેલ્લી બસ હોય,સારી કંડીશનમાં બસ ફાળવવા પ્રબળ લોકમાંગ પ્રવર્તે છે.

કિસાન સૂર્યોદય યોજના તળે ખેતવિજ પુરવઠો દિવસે આપો

ટીમગબ્બરઙ્ગ ગુજરાતના કેએચ.ગજેરા એડવોકેટ તથા આંકોલવાડીના સ્થાનિક રહીશ સંદીપ બારસિયા દ્વારા કલેકટર તથા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં જણાવેલ છે કે,સરકારે જાહેર કરેલ પ્રધાનમંત્રી કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસના ૩ ફેઝ પાવર મળી રહે તે માટે જાહેર કરેલ હતી,પણ તાલાલા અને સમગ્ર ગીર વિસ્તારમાં મોટા ભાગના ફિડરોમાં આ યોજના ચાલુજ થઈ નથી અને જયાં ચાલુ થઈ ત્યાં પણ ફરીથી રાત્રીના વિજ પુરવઠો કરી નાખ્યો છે.તાલાલા તથા સમગ્ર ગીર વિસ્તારમાં જંગલી જાનવરોનો ભયંકર ત્રાસ હોય છે અને અવાર નવાર ખેડૂતો પર જાનવરોનો હુમલાના બનાવો બનતા રહે છે.આ વર્ષ વરસાદ સારો હોવાથી રવિપાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ હોય પણ રાત્રીના ૩ફેઝ વિજ પુરવઠા થી પીયત કરવું ખેડૂતો માટે જાનનું જોખમ હોય છે. વિજ પુરવઠો દિવસમાં આપવામાં કોઈપણ સમસ્યા હોય તેનું સરકારે નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવી દિવસના વિજ પુરવઠો મળી રહે તેવી આમો ટીમ ગબ્બરઙ્ગ તથા સમગ્ર ગીર વિસ્તારના ખેડૂતોની લાગણી અને માંગણી છે.ખેડૂતો નો આ પ્રશ્ન સરકારમાં હકારાત્મક વલણ અપનાવી અને ઝડપથી નિરાકરણ લાવે એવી માંગ ટિમ ગબ્બરના વિસાવદરના ધારાશા સ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યુ છે.

કાનાણી કોલેજમાં શિબિર યોજાઇ

વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારાઙ્ગ એમ. એમ. કાનાણીઙ્ગ કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી.વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરેલ હતું.જેમાં પી.એલ.વી. રમણિકભાઈ દુધાત્રાએઙ્ગ વિધાર્થીનીઓને માનવ અધિકારઙ્ગ તથા વ્યસન મુકિત વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી.મફત કાનૂની સહાય કોને કોને મળે તેની માહિતીની પત્રિકાનું વિતરણ કરેલ હતું.પ્રિન્સીપાલ ડો.અરવિંદભાઈઙ્ગ કાનાણી,પ્રો.ભાવેશ ટાંક,નિરાલિબેન સંઘાણી,કોમલબેન ચાંદીગ્રા,હેતલબેન ગોંડલીયા,ઙ્ગ રોટરી કોમ્યુનિટી કોપર્ષના મહામંત્રી આસીફ કાદરી સહિત હાજર રહેલ હતા.

દેવમણી કોલેજમાં શિબિર યોજાઇ

વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા દેવમણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી.વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરેલ હતું. જેમાં પી.એલ.વી.રમણિકભાઈ દુધાત્રા,કોલેજના પ્રમુખ શાંતિભાઈ ગણાત્રા,એડવોકેટઙ્ગ સુબોધભાઈ સેવક,ધર્મિષ્ઠાબેન પિત્રોડાએ વિધાર્થીનીઓને માનવ અધિકાર તથા વ્યસન મુકિત જીવન મરણના દાખલા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. મફત કાનૂની સહાય કોને કોને મળે તેની માહિતીની પત્રિકાનું વિતરણ કરેલ હતું.શાબ્દિક સ્વાગત પ્રિન્સીપાલ પારૂલબેન જોશીએ આભારવિધિ શુહાનીબેન જાદવ,સંચાલન હર્ષદાબેન કલોલ એ કર્યુ હતુ.શિબિરમાં મેડિકલ સાધન સેવા કેન્દ્રનાં સંચાલક ચંદ્રકાન્ત ખુહા,સ્થાનિક પત્રકારો શ્રી સી.વી.જોશી,કૌશિકપુરીબાપુ ગોસ્વામી, આસીફભાઇ કાદરી તથા ફેજલ સાહમદાર, પ્રશાંત દવે સહિત વિગેરે હાજર રહ્યા હતા.

મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે શિબિર યોજાઈ

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી.જેમા પી.એલ.વી.રમણીકભાઇ દુધાત્રા દ્વારા કાયદાકીય લોકોને મળતી વિવિધ સુવિધાઓ અને લાભો વિષેની માહિતી આપેલ તેમજ કાયદાકીય માહિતી પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. કાનૂની શિક્ષણ શિબિર દરમિયાન વિસાવદર પી.એલ.વી. દુધાત્રા, મેડિકલ સાધન સેવા કેન્દ્ર વિસાવદરનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહા, માનવ સેવા સમિતિના મંત્રી રમણીકભાઇ ગોહેલ,આર.સી.સી.સેક્રેટરી આસીફભાઈ કાદરી,ઉમેશભાઈ ગેડીયા, ગણેશભાઈ ગોસાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વંભરી વિદ્યાલય ખાતે શિબિર યોજાઇ

વિસાવદરમાં વિશ્વંભરી વિદ્યાલય ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ હતી.પી.એલ. વી.રમણિકભાઈ દુધાત્રાએ કાયદામાં નાગરિકોને મળતાં અધિકારો તથા બેટી બચાઓઙ્ગ વિષયેઙ્ગ માહિતી આપી હતી. તુષાર ઠાકર, પાર્થ મહેતા,આસીફ કાદરી વિગેરે ઉપસ્થિત રહ્યા.મફત કાનૂની સહાય કોને કોને મળે તેની માહિતી પત્રિકાનું વિતરણ કરાયું હતું.

સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી

વિસાવદર સરદાર પટેલ ચોક ખાતે સરદાર પટેલ સેવા દળ, કર્મવીર સમિતિ,રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સંયુકત ઉપક્રમે તેમજ પદાધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી રાષ્ટ્રીય એકતા દિવસની વાજતેગાજતે પુષ્પ વર્ષા તેમજ આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. સર્વે મહાનુભાવો, હોદેદારો, અગ્રણીઓ દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી જય જય સરદાર, ભારતમાતાની જયના નારા સાથે વાતાવરણ ને ગુંજતું કર્યુ હતુ. આ પ્રસંગે સરદાર પટેલ સેવા દળના પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ મંત્રીઙ્ગ રમણીકભાઇ દુધાત્રા, જુનાગઢ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી,જુનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા,વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરીયા,જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન રતીભાઈ સાવલીયા,જુનાગઢ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ હરેશભાઈ સાવલીયા, માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલ, સરદાર પટેલ સેવા દળના મંત્રી જેન્તીભાઈ ખુટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કર્મવીર સમિતિનાં પ્રમુખ મનિષભાઇ પટેલ,વિરેન પટેલ,અગ્રણી રવજીભાઈ સાવલીયા, અમિતપુરી ગૌસ્વામી, ડાયાભાઇ વેકરીયા, વિપુલભાઈ વેકરીયા,નાથાભાઈ વસોયા, જયસુખભાઇ રતનપરા, વિજયભાઈ રીબડીયા, ધનશ્યામભાઈ માડણકા, ઈલ્યાસભાઈ મોદી,નિવૃત્ત્। બી.આર.સી.કો-ઓડિનેટર આર.એમ.માગરોલિયા, વાલજીભાઈ ભંડેરી, સ્થાનિક પત્રકારો હરેશભાઈ મહેતા, આસીફભાઈ કાદરી,ઉમેશભાઈ ગેડીયા ઉપસ્થિત રહ્યા હતા.

(12:46 pm IST)