Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

પોરબંદરની ઓરિએન્ટ ફેકટરીના કામદારોની દિવાળી સુધરી : ખાતામાં બોનસ જમા

રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના પ્રયત્નો સફળ

રાજકોટ, તા. ૪ :  દિપાવલી પર્વ ટાણે ઓરિએન્ટ ફેકટરીના કામદારોમાં ખુશાલીનો માહોલ છવાયો છે આ માટે રાજયસભાના ભાજપના સાંસદ રામભાઇ મોકરીયાએ કરેલા પ્રયાસો સફળ થયા છે.

પોરબંદરની ઓરિએન્ટ ફેકટરીના કામદારોને બોનસ મળ્યું છે. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાની દરમ્યાનગીરીના કારણે દરેક કામદારના ખાતામાં બોનસ જમા કરાયું છે.  દિવાળી પૂર્વે કામદારોને બોનસ મળતા કામદારો અને તેના પરિવારજનોમાં ખુશી છવાઇ છે. રામભાઇ મોકરીયાનો કામદારોના પરિવારજનોએ આભાર માન્યો છે.  આ ફેકટરીમાં ૧રપ૦ જેટલા કામદારો કાર્યરત છે.

(12:51 pm IST)