Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

પોરબંદરમાં મહિલા અભ્યમ હેલ્પ લાઇન અંગે માર્ગદર્શન

પોરબંદર : પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની સુચના તથા શહેરના ડીવાયએસપી જે. સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. જે. ડી. દેસાઇ તથા તેમની સી-ટીમના સ્ટાફ સાથે દિવાળી તથા નૂતન વર્ષના પર્વ પુર્વે સોની બજાર, ગીચવાળા વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ખરીદી કરવામાં આવતી હોય જે અન્વયે મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઇ છાંયા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી મહિલાઓને કિંમતી વસ્તુનું ધ્યાન રાખવા અને સાવચેતીમાં જ સલામતી છે તેવું માર્ગદર્શન આપવામાં આવેલ અને જરૂર પડયે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની સી-ટીમનો સંપર્ક કરવા અથવા મહીલા અભ્યમ હેલ્પલાઇન નં. ૧૮૧ તથા ૧૦૦ નંબર પર સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે તસ્વીર.

(12:42 pm IST)