Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ધોરાજીમાં ૯૪ હજારના દારૂ સાથે ઝડપાયો

ધોરાજી,તા. ૪ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક બલરામ મીણા  તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે બહારપુરામાં રોનક સ્કુલની સામેની ગલીમાં ખુલ્લા પ્લોટમાં એક સ્કોર્પિયો ફોરવ્હીલ ગાડીમાં ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી બ્રાન્ડની કુલ બોટલ નંગ-૩૧૨ કિ.રૂ.૯૩,૬૦૦/- તથા એક સુઝુકી કંપનીનું બર્ગમન મો.સા સાથે એક (૧)-મુસ્તકીમ ઉર્ફે હાજી સમદભાઇ ગરાણા રે. પાંચપીરની વાડી ગરીબ નવાજ પાર્કને ઝડપી લીધો છે. જયારે  (૧) રીફા ફતહુશેન ઉર્ફ ફન્ટી બાપુ ગુલામહૈદર કાદરી (ર) ઇસ્તીયાજબાપુ (૩) સલમાન દીલાવરખાન પઠાણ રે-ત્રણેય ધોરાજી નાસી ગયેલ છે. કજે કરેલ મુદામાલ ઉપરાંત  એક સેમસંગ કંપનીનો સાદો કિપેડ મોબાઇલ કિં.રૂ.૫૦૦/-, સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી રજી નં-GJ-14-E-૬૬૬૩ જેની કિ.રૂ.૩,૦૦૦૦૦/-,  સુઝુકી કંપનીનું સફેદ કલરનું બર્ગમન મો.સા રજી. નં.GJ-3-LJ-૪૦૬૭ જેની કિં.રૂ.૫૦,૦૦૦/ મળી કુલ મુદામાલ કિ.રૂ.૪,૪૪,૧૦૦/-પકડાયો છે.

આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ એ.જાડેજા પો ઇન્સ વિરમભાઇ રામભાઇ પો.હેડ.કોન્સ  અરવિંદસિંહ દાનુભા પો.કોન્સ રવિરાજસિંહ જાડેજા પો કોન્સ  સુરપાલસિંહ જયદેવસિંહ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.

(12:42 pm IST)