Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જામનગરનાં નવા ગામ ઘેડમાં પુત્રવધુ રીસામણે ચાલી જતા સાસુએ એસીડથી આયખું ટુકાવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: અહીં જી.જી.હોસ્પિટલના ડો. એસ.એસ.ચેટરજી એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩–૧૧–ર૧ ના આ કામે મરણજનાર જમનાબેન ગોવિંદભાઈ જમરીયા, ઉ.વ.૪પ, રે. મધુવન સોસાયટી, નવાગામ ઘેડ, જામનગરવાળા તેમના દિકરાની વહુ તેમના પિતાને ઘરે રિસામણે જતા રહેલ જેની લાગી આવતા પોતે પોતાની હાથે ઘરે એસીડ પી લેતા સારવાર દરમ્યાન આજરોજ મરણ ગયેલ છે.

ફોરવ્હીલ કારે મોટરસાયકલને હડફેટે લેતા વૃઘ્ધાનું મોત

જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ ચમનભાઈ વ્યાસ, ઉ.વ.૩૬, રે. સગાડીયા ગામ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧૧–ર૦ર૦૧ ના સર્વોતમ હોટલ પાસે, ખજુડીના પાટીયા પાસે રાજકોટ–જામનગર હાઈવે રોડ પર ફરીયાદી ભરતભાઈ ના પિતા જમનભાઈ તથા તેમના માતા નર્મદાબેન ઉ.વ.પ૮ વાળા તેનું મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–બી.પી.–૭૦૩૩ નું લઈ રાજકોટ થી સગડીયા આવતા હોય અને ખજુડી ગામના પાટીયા પાસે પહોંચતા મારૂતી સુજુકી કંપનીની ફોર વ્હીલ ગાડી જેના રજી.નં. જી.જે.–૧૦–ટી.એકસ–૯૧૦૦ નો ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી ફરીયાદી ભરતભાઈના પિતાના મોટરસાયકલ સાથે અકસ્માત કરતા ફરીયાદી ભરતભાઈના પિતાને માથામા તથા નાકના ભાગે તથા પગના ભાગે તથા તેમની માતા નર્મદાબેન ઉ.વ.પ૮ વાળાને માથામા ગંભીર ઈજા થતા શરીરે તથા હાથના ભાગે ઈજા કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

ઈંગ્લીશ દારૂની ૭ર બોટલ સાથે શખ્સ ઝડપાયો

જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિરલબેન વશરામભાઈ પટેલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧૧–ર૦ર૧ ના મકરાણી સણોસરા ગામે રામજીના મંદિરની પાછળ આરોપી વિજયસિંહ જોરૂભા જાડેજા, ઉ.વ.૪૧, રે. સણોસરા ગામ વાળા પોતાના રહેણાક મકાને અંગ્રેજી દારૂનો જથ્થો પોતાના કબ્જામાં વેચાણ અર્થે રાખી ભારતીય બનાવટની અંગ્રે દારૂ મેકડોવેલ્સ નં.–૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઈન હરીયાણા બ્રાન્ડની પેટી નંગ–૬ જે એક પેટીમાં કુલ ૧ર બોટલ નંગ–૭ર, કિંમત રૂ.૩૬,૦૦૦/– ના કુલ મુદામાલ કિંમત રૂ.૩૬,૦૦૦/–નો રાખી ઝડપાઈ ગયેલ છે.

સમાણા ગામે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે શખ્સ ઝડપાયો

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૧ ના સમાણા ગામના બસ સ્ટેશન પાસે, આ કામના આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે પીઠો જીવાભાઈ વાઘેલા, રે. સમાણા ગામવાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– નો જથ્થો પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

દરેડમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

જામનગર : અહીં કિશાન ચોક, મોદીનો વાડો, શ્રી કૃષ્ણભવન મકાન, જામનગરમાં રહેતા હિતેશભાઈ પ્રવિણભાઈ નંદા, ઉ.વ.૩ર એ સીટી ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧–૧૦–ર૧ ના આ કામે મરણજનાર પ્રવિણભાઈ બાબુભાઈ નંદા, ઉ.વ.૬૦, રે. કિશાન ચોક, મોદીનો વાડો, શ્રીકૃષ્ણભુવન મકાનમાં, જામનગરવાળા પોતાની એકટીવા મોટરસાયકલ લઈને તેમના ઘરેની તેમની ઓમ સાંઈ રામ પાનની દુકાને જતા હતા. તે દરમ્યાન લાખોટા તળાવના ગેઈટ નં.૦ર થી ૦૩ ની વચ્ચે કબુતરોને ચણ નાખવા માટેના ચબુતરા પાસે પહોંચતા એક ગાય મરણજનાર પ્રવિણભાઈ ના મોટરસાયકલ સાથે ભટકાતા મરણજનાર પ્રવિણભાઈ મોટરસાયકલ સાથે પડી જતા માથાના પાછળના ભાગે ઈજા થતા મરણ ગયેલ છે.

ગાયે વૃઘ્ધને ઢીક મારતા મોત

જામનગર : જોડીયા તાલુકાના હડીયાણા ગામે રહેતા કિશોરભાઈ સવજીભાઈ નકુમ, ઉ.વ.૪૪ એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧–૧૧–ર૧ ના આ કામે મરણજનાર ગીતાબેન કિશોરભાઈ નકુમ, ઉ.વ.૩૯, રે. સરકારી દવાખાના પાછળ, હડીયાણા ગામવાળા ને છેલ્લા ત્રણ વર્ષ થયા બી.પી.ની તથા થાયરોડ ની બિમારી હોય જે બિમારીથી તેઓ કંટાળી જઈ તેઓએ પોતાની હાથેથી પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

અગમ્ય કારણોસર મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

જામનગર :અહીંસીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દક્ષાબેન સુભાષભાઈ મોરિયા, ઉ.વ.૩પ,  રે. વામ્બે આવાસ રોડ, લીલાપીઠની સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દક્ષાબેન ઘરે હાજર હોય ત્યારે આરોપી કૈલાશભાઈ તથા પ્રકાશભાઈ અને અજયભાઈ એ ફરીયાદી દક્ષાબેનના ઘરે આવેલ અને જાહેરમાં ભુંડા બોલી ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:40 pm IST)