Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જૂનાગઢ જીલ્લા સહકારી બેન્કના પાક ધિરાણ મેળવતી મંડળીઓને વ્યાજ રાહતની રૂ.૩૯.૯૫ કરોડ જેવી માતબર રકમ કેન્દ્ર સરકાર વતી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેન્કના સ્વભંડોળમાંથી છુટી કરવામાં આવી

જૂનાગઢ, તા.૪: જીલ્લા સહકારી બેન્ક લી. ના ચેરમેન કિરીટભાઇ પટેલની  યાદીમાં જણાવેલ છે કે, આ બેન્ક સાથે સંયોજીત જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથની ખેતિ વિષયક મંડળીઓ તથા બેન્કમાંથી સીધુ ધિરાણ મેળવતા ખેડુત સભાસદોને બેન્ક દ્વારા મંડળીઓ મારફત ૦% ના દરે ધિરાણ પુરૂ પાડવામાં આવે છે. આમ રા. ૩/- લાખ સુધીનું ૭% ના દરે કૃષિ વિષયક પાક ધિરાણ મેળવતા ખેડુતોને વ્યાજની રકમ કેન્દ્ર સરકારશ્રી દ્વારા ૩% અને રાજય સરકારશ્રી દ્વારા ૪% વ્યાજ રાહત આપવામાં આવે છે. આ ૩% લેખેના કેન્દ્ર સરકારશ્રીના વ્યાજ રાહતની રકમના સને ૨૦૧૮-૧૯ થી ૩ કલેઇમની બાકી રકમ ભારત સરકારશ્રી સમક્ષ પેન્ડીંગ છે. આમ ૭% ના દરે કૃષિ ધિરાણ મેળવી સમયસર પરત કરનાર ખેડુતો માટેના ૩% લેખેના ભારત સરકારશ્રી સમક્ષ ૩% લેખેના પેન્ડીંગ રહેલ ઇન્ટરેસ્ટ સબવેન્શન કલેઈમની રકમ કેન્દ્ર સરકારશ્રી દ્વારા મળે ત્યાં સુધી વચગાળાના સમય માટે આ રકમ ચુકવવા ઘી ગુજરાત રાજય સહકારી બેન્ક લી. અમદાવાદ દ્વારા પોતાના સ્વભંડોળમાંથી વ્યાજ પેટે સહાય આપવાની ગુજરાત સરકારશ્રીની યોજનાની વ્યવસ્થાના ભાગરૂપે ધી ગુજરાત રાજય સહકારી બેન્ક લી. અમદવાદ દ્વારા ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. સાથે જોડાયેલા અને પાક ધિરાણ મેળવતા ખેડુતોના વ્યાજ રાહતના કલેઇમની રકમ રૂ.૩૯.૯૫ કરોડ જેવી માતબર રકમ છુટી કરી ચુકવવામાં આવેલ છે, અને આ બેન્ક સાથે જોડાયેલ સભાસદ મંડળીઓના ખાતામાં આ રકમ ચુકવી જમા આપી દીધેલ છે. આમ, લાંબા સમયથી બાકી રહેલ ૩% લેખે કેન્દ્ર સરકારશ્રીના ઇન્ટરેસ્ટ સબવેન્શન કલેઇમની રકમ મંડળીઓને મળવાથી મંડળીની આર્થીક સ્થિતીમાં સુધારો થશે તેમજ મંડળીઓની નફાકારકતામાં પણ વધારો થશે.

દિવાળીના તહેવારોમાં આવી માતબર રકમ મળતા મંડળીઓના સભાસદોમાં ખુશીની લહેર જોવા મળેલ છે, અને સને ૨૦૧૮-૧૯ થી ૩% લેખે ઇન્ટરેસ્ટ સબવેન્શન ના પેન્ડીંગ કલેઇમની રકમ ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેન્ક લી. એ પોતાના સ્વભંડોળમાંથી આ બેન્કના જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાની મંડળીઓના ખેડુત સભાસદોના હિત માટે છુટી કરેલ છે તે બદલ ધી ગુજરાત સ્ટેટકો.ઓપ.બેન્ક લી.ના ચેરમેન અજયભાઇ પટેલ બોર્ડ ઓફ ડીરેકટર્સનો આ બેન્કના ચેરમેન, કીરીટભાઇ પટેલ, વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટી અને મેનેજીંગ ડીરેકટર જેઠાભાઇ પાનેરા તથા બોર્ડ ઓફ ડીરેકટર્સએ આભાર માનેલ છે.

(12:40 pm IST)