Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

સાંજે અવનવી આતશબાજી સાથે સોરઠમાં દિવાળીની ઉજવણી

જુનાગઢમાં મોડી રાત સુધી લોકોએ ખરીદી કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪: સાંજે અવનવી આતશબાજી સાથે સોરઠમાં દિવાળીની ધમાકેદાર ઉજવણી થશે આ માટે લોકોમાં ભારે ઉત્સાહ-ઉમંગ પ્રવર્તે છે.

પ્રકાશ પર્વ દિપાવલી તહેવાર સવારથી શરૂ થઇ ગયો છે અને સાંજ થતાંની સાથે દિવાળીને ઉજવણી ચરમ સીમાએ પહોંચશે રાત્રે આતશબાજીના અવાથી ગુંજી ઉઠશે અને નભમાં ફટાકડાની રોશનીથી છવાઇ જશે.

આ વર્ષે ફટાકડાની સાથે રેડીમેઇડ ગારમેન્ટ, મુખવાસ તેમજ ગૃહ સુશોભનની સહિતની વસ્તુઓની ધુમ ખરીદી રહી હતી.

દરમ્યાન ગત મોડી રાત્રી સુધી જુનાગઢની બજારોમાં લોકોએ ખરીદી કરી હતી.

દિવાળીનાં તહેવારને લઇ લોકોએ પોતાના ઘર આંગણે તેમજ વેપાર-ધંધાના સ્થળે અવનવી રંગોળી પુરી હોય શોભામાં વધારો થયો છે.

આજે રાત્રે જોરદાર આતશબાજી અને મોડી રાત્રી સુધી દિવાળી પર્વની ઉજવણી સંપન્ન થયા બાદ આવતીકાલે નૂતન વર્ષના પ્રથમ સુર્યોદયની કિરણને વધાવાશે.

નૂતન વર્ષ પ્રારંભનાં અવસરે મંદિર, ધાર્મિક જગ્યાઓ-આરમોમાં અન્નકુટ સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

(12:00 pm IST)