Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

સુરેન્દ્રનગર અને ખોડુ ગામે બે સગીરાને ભગાડી જવાઇ

વઢવાણ તા. ૪ : સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર વસવાટ કરતા ફરીયાદી આરતીબેન ગીરીશભાઇ ચંદુલાલ દીવાકર ડો/ઓફ હરીદાસ કાશીરામ નીમાવત  બાવાજી (રામાનંદી) ઉં.વ.૪૨ ધંધો કારખાનામાં મજુરીકામ રહે.  નિર્મળનગર, પેપીના કારખાના પાસે આવેલ ગલીમાં પુજાબેન અમદાવાદ વાળાના મકાનમાં ભાડેથી મુળ રહે. પાંચ હનુમાન પાસે, ચામુંડમાના મઢ પાસે, અંબીકાપાર્ક તા.વઢવાણ તથા મુળ ગામ રામગ્રી તા.પાટડીએ ફરીયાદ નોંધાવેલ છે કે, આરોપી આશિષ ઉર્ફે લાલો ગટોરભાઇ જાંબુકીયા કોળી રહે. નિર્મળનગર, પેપીના કારખાના પાસે આવેલ ગલીમાં  આરોપી ફરીયાદીની સગીર વયની દીકરી ઉં.વ.૧૭ વર્ષ  વાળી સગીર વયની હોવાનું જાણવા છતા અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ પ્રો. પો.ઇન્સ. ટી.બી.હીરાણી  કરે છે.

અન્ય એક બનાવમાં જોરાવરનગર પોલીસ મથક ખાતે ફરીયાદી નાગરભાઇ કરશનભાઇ કોઅડીયા ઠાકોર ઉં.વ.૩૦ ધંધો ખેત મજુરી હાલ રહે.મોહનભાઇ રણછોડભાઇ પટેલ રહે.અંકેવાળીયા તા.ધ્રાંગધ્રા વાળાની ખોડુ ગામની સીમમાં આવેલ કપુરીયા નામની વાડીમા મુળ રહે.બાદરગંજ તા.સમી જી.પાટણ એ ફરીયાદ નોંધાવેલ છે કે,ઙ્ગખોડુ ગામની સીમમા આવેલ મોહનભાઇ રણછોડભાઇ પટેલ રહે.અંકેવાળીયા વાળાની ફરીયાદીએ ભાગવી રાખેલ વાડીએ આરોપી અલ્પેશભાઇ નરશીભાઇ મકવાણા ચુ.કોળી રહે.ખોડુ ગામની સીમમા આવેલ વજુભાઇ મગનભાઇ પટેલની વાડીમાએ સગીર વયની દિકરી ઉં.વ.૧૨ વર્ષ વાળીને ભગાડી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. વી.વી.ત્રીવેદી સુરેન્દ્રનગર નાઓ કરે છે. જિલ્લામાં શહેરી વિસ્તારમાં જ એક જ દિવસમાં આવા બે બનાવો બનતા ચકચાર મચી જવા પામ્યો છે.(

(12:51 pm IST)