Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

મોરબીના જાંબુડીયા પાસે બાઇક પાછળથી પડી જતા વાંકાનેરના મયાબેન ગોસ્વામીનું મોત

મોરબી પાસે ડમ્પર અને ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં ઘવાયેલા વિજય કણઝારીયાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૪ : વાંકાનેરથી મોરબી તરફ નેશનલ હાઈવે પર જાંબુડીયા નજીક મોટર સાઈકલ ચાલકે બેદરકારીથી મોટર સાઈકલ ચલાવીને પાછળ બેઠેલ મહિલાને નીચે પછાડી દેતા તેનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા કિશનગીરી રમેશગીરી ગોસ્વામીએ પોતાનું બાઈક જીજે ૦૩ એચજે ૬૮૪૮ પુર ઝડપે બેદરકારીથી ચલાવીને મોટર સાઈકલમાં પાછળ બેસેલ તેની માતાને જાંબુડીયા નજીક નીચે પાડી દેતા તેને માથામાં ઈજા થતા તેનું મૃત્યુ નીપજયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં નવલખી રોડ પર બે દિવસ પહેલા ડમ્પરના ચાલકે ટ્રેકટરને ઠોકર મારતા ૯ થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં વિજય નામના વ્યકિતનું મૃત્યુ નીપજયું હોય જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં વિજયના પિતા મનસુખભાઈ પરબતભાઈ કણઝારિયા (ઉ.૪૪) એ ફરિયાદ નોંધાવી છે કે ડમ્પર જીજે ૩૬ ટી ૯૬૨૨ ના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં પુર ઝડપે ચલાવીને મનસુખભાઈને ઈજા પહોચી હતી તો તેના પત્ની,અને નાના ભીના દીકરા રમેશ અને અન્ય મંજૂરોને નાની મોટી ઈજા પહોચાડી મનસુખભાઈના નાના દીકરા વિજયને ટ્રેકટર અને ટ્રોલી સાથે હડફેટે લેતા વાહન અકસ્માત કરી ફંગોળી દઈ પછાડી દઈને ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મૃત્યુ નીપજયુ હોવાની ફરિયાદ નોંધાવી છે.

(11:59 am IST)