Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

પોરબંદર ચેમ્‍બર દ્વારા ડીઝીટલ પ્‍લેટ ફોર્મથી ધંધા ઉદ્યોગના વિકાસ અંગે સેમિનાર યોજાયો

પોરબંદર તા. ૪ :.. ડીઝીટલ યુગમાં વ્‍યાપારીઓ ઉદ્યોગપતિઓ કે પોતાનું નવું સ્‍ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્‍છતા યુવાઓ પોતાના ધંધા-ઉદ્યોગોના વિકાસ માટે ડીઝીટલ પ્‍લેટફોર્મના માધ્‍યમથી કઇ રીતે કરી શકે તે અંગેનું સચોટ માર્ગદર્શન આપતા એક સેમીનાર બીકમ ધી ડીઝીટલ જીનીયસનું આયોજન ધી ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને રોટરી કલબના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રાષ્‍ટ્રગીતનું ગાન કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પ્રમુખશ્રી અનિલભાઇ કારીયાના સ્‍વાગત પ્રવચનથી કરવામાં આવી. તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્‍યું કે, આજના આ હરીફાઇના યુગમાં પોતાના ધંધા-રોજગારના વિકાસ માટે સમયની સાથે તાલ મીલાવી નવી ટેકનોલોજી અપનાવવાથી ધંધા રોજગારનો ઝડપી વિકાસ કરી શકાય. રોટરી કલબ ઓફ પોરબંદરના પ્રમુખ કેતનભાઇ પારેખએ પણ ડીઝીટલ પ્‍લેટફોર્મની ધંધા-રોજગાર માટેની આવશ્‍યકતાઓ વર્ણવી.
મુખ્‍ય વકતા શ્રી ઋષિકાબેન હાથીનું સ્‍વાગત ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પ્રમુખ અનિલભાઇ કારીયાએ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી કર્યુ અને માનદ મંત્રી ટી. કે. કારીયાએ વકતાશ્રી ઋષિકાબેનનો પરિચય આપ્‍યો હતો.
કાર્યક્રમની ડોર પોતાના હાથમાં સંભાળી અને વ્‍યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને પોતાનું નવુ સ્‍ટાર્ટ અપ શરૂ કરવાની ઇચ્‍છા ધરાવતા યુવાનોએ ડીઝીટલ પ્‍લેટફોર્મનો કેવી રીતે ઉપયોગ કરી પોતાનો નવો ધંધો શરૂ કરી શકાય કે ચાલુ વ્‍યાપાર ધંધાનો વિકાસ કરી શકાય તે અંગેની સચોટ માહિતી પોતાની આગવી ઢબમાં આપી હતી. ઉપપ્રમુખશ્રી જતીનભાઇ હાથીએ આભાર વિધી કરી હતી.

 

(11:55 am IST)