Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ગોંડલ સબ જેલ ખાતે રંગોળી સ્‍પર્ધા

ગોંડલઃ આઝાદી કા અમૃત મહોત્‍સવના ભાગરૂપે ગોંડલ સબ જેલ ખાતે બંદીવાન બહેનો તથા બંદીવાન ભાઈઓ દ્વારા રંગોળીઓ બનાવવામાં આવેલ હતી જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, ગોંડલના અલગ અલગ પેનલ વકીલોઓ નિર્ણાયક તરીકે હાજર રહેલા હતા રંગોળી તથા દિવડાનું સુશોભન જોઈને હર્ષની લાગણી અનુભવી હતી તથા સ્‍પર્ધામાં ભાગ લેનારને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા ગોંડલના સામાજિક કાર્યકર ક્રિષ્‍નાબેન પી.ઠકરાર દ્વારા પ્રથમ નંબરને રૂ.૫૦૦ /- તથા દ્વિતીય નંબરને રૂ. ૨૫૦ /- અને તૃતીય નંબરને રૂ.૧૦૦ /- રૂપિયાનું ઇનામ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ તકે ગોંડલ સબ જેલ ના જેલર ગમારા અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.(તસ્‍વીરઃ જીતેન્‍દ્ર આચાર્ય)

 

(11:53 am IST)