Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

મુળીથી સુરેન્‍દ્રનગર તરફ સાપ કરડેલ યુવક રસ્‍તામાં મદદ માંગી રહ્યો હતો પરંતુ કોઇ વાહનમાં બેસવા દેતા ન હતા

કામથી પરત ફરી રહેલા જોરાવરનગર પીએસઆઇ કુરેશીએ સારવાર અર્થે ખસેડયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ : ગઈકાલે બપોરના સમયે મુળી સુરેન્‍દ્રનગર રોડ ઉપર ખાવડીયા મુકેશ નામના યુવક ને સાપ કરડ્‍યો હતો કોબ્રા નામનો સાપ કરડ્‍યો હોવાનું પ્રાથમિક તપાસમાં ડોક્‍ટરની ટીમ દ્વારા જણાવવામાં આવ્‍યું છે. ત્‍યારે મુળી સુરેન્‍દ્રનગર રોડ ઉપર સાપ કરડે લા યુવકે અનેક વાહનચાલકો પાસે દવાખાને લઈ જવા માટે મદદ માંગી હતી પરંતુ આ યુવકને સાપ કરડ્‍યો હોય અને તેનું ઝેર આગળ વધતું જઈ રહ્યું હોય તેને લઇને કોઇ વાહનચાલક આ યુવકને લિફટ આપી રહ્યું ન હતું.
તેવા અરસામાં કામગીરી પૂર્ણ કરી અને મુલી તરફથી પરત ફરી રહેલા જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ નાઝિર ભાઈ કુરેશી સરકારી ગાડીમાં જોરાવનગર તરફ આવી રહ્યા હતા તેવા સમયગાળામાં રોડ ઉપર આ યુવક ઊભો રહી અને લોકોની મદદ માંગતો હતો અને તેના શારીરિક રીતે પણ થાકી ગયો હોય ત્‍યારે આ બાબતની જાણકારી જોરાવનગર પીએસઆઇને થતા તેની પાસે જઈ અને તાત્‍કાલિક પણે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
તેવા સંજોગોમાં આ યુવકે જણાવ્‍યું હતું કે પોતે કામકાજ કરી રહ્યા હતા ઘરકામ કરી રહ્યા હતા તે સમયે તેમને ઘરમાંથી જ કોબ્રા નામનો જેરી સર્પ કરડ્‍યો છે તેના કારણે કોઇ વાહનચાલક તેમને સુરેન્‍દ્રનગર સુધી પહોંચાડવા તૈયાર નથી ત્‍યારે આ સાંભળીને જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ ના નાઝીરભાઈ કુરેશી દ્વારા પોતાની સરકારી ગાડીમાં તાત્‍કાલિકપણે મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.
 આ યુવકને તાત્‍કાલિક પણ ઇન્‍જેક્‍શન સહિતની ટ્રીટમેન્‍ટ મેડિકલ કોલેજની ડોક્‍ટરની ટીમ દ્વારા શરૂ કરવામાં આવતા આ યુવકનો જીવ બચી ગયો છે ત્‍યારે પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્ર જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા ઉદાહરણ સ્‍વરૂપે જિલ્લાની જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્‍યું છે ત્‍યારે હાલમાં આ યુવકની તબિયત સારી હોવાનું પણ તેના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્‍યું છે અને ખાસ કરીને જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઇ નો આભાર પણ પરિવારજનો દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

 

(11:52 am IST)