Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે રસીકભાઇ પારધી ઉપર હુમલો

અવેડા પાસે કેમ બેઠો છે? તેમ કહી મોહિત, મનુ અને રાજેશ પારધી તુટી પડયા

રાજકોટ તા. ૪: કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે અવેડા પાસે કેમ બેઠો છે? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્‍સોએ પ્‍લાસ્‍ટીકના પાઇપથી હુમલો કરી માર માર્યો હતો.
સાંઢવાયા ગામે રહેતા રસીકભાઇ ગોવાભાઇ પારધી ગામમાં અવેડા પાસે બેઠો હોય તે દરમિયાન આરોપી મોહિતે ત્‍યાં આવી અહિં બેસવું નહિં તેમ કહેતા રસીકભાઇએ આ કયાં તારૂં છે તેમ કહેતા મોહિતે ઉશ્‍કેરાઇ જઇ પ્‍લાસ્‍ટીકના પાઇપથી હુમલો કરી મારમાર્યો હતો. ત્‍યારબાદ આરોપી મનુ ભાણાભાઇ પારધી અને રાજેશ ભીખાભાઇ પારધીએ બાઇક ઉપર આવી રસીકભાઇને લાફા તથા ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી આ અંગે ઉકત ત્રણેય શખ્‍સો સામે ફરીયાદ થતા હેડ કો. એચ. યુ. પરમારે તપાસ હાથ ધરી છે.

 

(11:48 am IST)