Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મંદિરમાં શ્રી જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિતે પૂજ્‍ય બાપાનું વિશેષ પૂજન, શણગાર દર્શન, બટુકભોજન, રાત્રે ભકિત સંધ્‍યાનો ભવ્‍ય કાર્યક્રમ

વાંકાનેર,તા. ૪ :  વાંકાનેરમાં આવેલ વર્ષો પુરાણી ઐતિહાાસિક પૂજય સંતશ્રી મુનિબાવાની જગ્‍યા શ્રી ફ્‌લેશ્વર મહાદેવ મંદિર નું પૌરાણિક મંદિર આવેલું છે જયાં ભવ્‍ય શિવાલય મંદિર, શ્રી રામજી મંદિર અને પરમ પૂજય સંત શિરોમણી શ્રી જલારામબાપાનું મંદિર આવેલું છે તેમજ જેમને આ જગ્‍યામાં સેવા અને ધર્મ ની અંખડ જયોતિ જલાવી છે અને સાધુ સંતો ની સેવા, સંતો ને ભોજન, ગાયોની સેવા અતિ પ્રિય હતી એવા આ જગ્‍યાના બ્રહ્મલિન મહંત સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુ નું મંદિર, પ્રાર્થના હોલ અને ગૌશાળા આવેલ છે જયાં પૂજય સંતશ્રી જલારામબાપાની અસીમ કૃપાથી આગામી તા.૧૧/૧૧/ ૨૦૨૧ ને ગુરૂવારના રોજ પરમ પૂજય સંત શિરોમણી શ્રી જલારામબાપાની ( ૨૨૨ મી જન્‍મજયંતી ) નિમિતે શ્રી જલારામ મંદિર માં નિજ મંદિરમાં અનોખા ‘પુષ્‍પોના શણગાર દર્શન' કરવામાં આવશે તેમજ સવારે પરમ પૂજય સંત શિરોમણીશ્રી જલારામબાપાનું વિશેષ પૂજન અર્ચનવિધિ કરવામાં આવશે જે પૂજાવિધિમાં પૂજય બાપાના ભક્‍તજન સમીર ટ્રેડર્સવાળા શ્રી બાબભાઈ લાખાણી (લાખાણી પરિવાર) તથા શ્રી ફળેશ્વર મંદિરના સંચાલક શ્રી વીશાલભાઈ પટેલ બેસસે પૂજાવિધિ બાદ ‘બાપા'ની મહા આરતી  કરવામાં આવશે તેમજ શ્રી જલારામ જયંતી ના પાવન પુણ્‍યશાળી અવસરે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના પટાગણમાં રાત્રે ૯:૩૦ કલાકે ‘ભકિત સંધ્‍યા'નો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે જેમાં વાંકાનેરના પ્રસિદ્ધ ‘શ્‍યામ ધૂન મંડળ'ના ભાવિક, ભક્‍તજનો ‘ધૂન , ભક્‍તિ ગીતો, કીર્તન, ભજનો અનેરા સંગીતની શેલી સાથે રંગત જમાવશે સાંજે પૂજય સંત શ્રી જલારામબાપા ના મંદિર માં ભવ્‍ય આરતી કરવામાં આવશે.
 તેમજ સાંજે ૫:૦૦ કલાકે ‘બટુક ભોજન' રાખેલ છે. આ ઉપરાંત નવા વર્ષ ના તા.૫ / ૧૧ / ૨૧ ના શુક્રવાર ના રોજ નવા વર્ષ નિમિતે ‘શ્રી રામજી મંદિર' તેમજ ‘શ્રી જલારામ મંદિર' માં સવાર થી બપોર સુધી ‘અન્નકોટ દર્શન' રાખેલ છે અત્રે એ ઉલ્લેખનીય છે કે આ જગ્‍યામાં સ્‍વં શ્રી પટેલબાપુએ પણ સંત સેવા , ગાયોની સેવા, સાધુ સંતો ને ભોજન અને અનેક સેવાકીય પ્રવૃત્તિ તેવો કાયમ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર માં કરતા હતા આજે પણ સંત સેવા, ગૌશાળા માં ગાયોની સેવા, મંદિર માં પધારતા સંતોને ભોજન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ શ્રી શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા મંદિર ના ભક્‍તજનો દ્વારા ચાલી રહેલ છે ,, શ્રી જલારામ જયંતીના રોજ આ જગ્‍યાના બ્રહ્મલિન મહંત શ્રી પટેલબાપુની પ્રથમ પુણ્‍યતિથિ પણ આ વર્ષે છે જેથી સ્‍વં શ્રી પટેલબાપુની પ્રથમ પુણ્‍યતિથિ નિમિતે શ્રી જલારામ જયંતી ના રોજ ફળેશ્વર મહાદેવ મંદિર માં બપોરે ‘ભૂદેવો નો ભંડારો' રાખેલ છે ,, આવતીકાલે નવા વર્ષ ના અન્નકોટ દર્શન કરવા તેમજ શ્રી જલારામ જયંતી ના રોજ રાત્રે ‘ભક્‍તિ સંધ્‍યા'ના કાર્યક્રમ માં સર્વે ભાવિક ભક્‍તજનોએ પધારવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.


 

(11:47 am IST)