Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

સવારે કચ્‍છમાં હળવો ભૂકંપ

રાજકોટ, તા. ૪ :. કચ્‍છમાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.
ગાંધીનગર સ્‍થિત સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે ગુરૂવારે સવારે ૭:૦૭ વાગ્‍યે કચ્‍છના ભચાઉથી ૨૦ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ ૨.૯ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

 

(11:46 am IST)