Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

વાંકાનેર બજારોમાં ખરીદી માટે લોકોની ભીડઃ ટ્રાફિક બંદોબસ્ત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૪ :.. અરબ સાગરમાં સર્જાયેલ સાયકલોનિક સિસ્ટમ ગુજરાત સમીપ આવ્યે સૌરાષ્ટ્રમાં દિવાળી અને સાલ મુબારક ટાંકણે વાદળીયુ હવામાન રહેવાની સંભાવના ત્રણેક દિવસ રહી શકે છે. પણ હાલ વાંકાનેરમાં છેલ્લા ત્રણેક દિવસથી દિવાળી પૂર્વે બજારોમાં ખરીદીના માહોલનો જોરદાર ગરમાવો જોવા મળ્યો છે. બજારોમાં લોકોની ખાસ્સી ભીડ જોવા મળી છે જેથી ટ્રાફીકમાં અડચણો ઉભી થવી સ્વભાવિક છે પરંતુ વાંકાનેર શહેર પીઆઇ હુમલાની ઘટના બાદ હાલ રજા પર હોઇ શહેર પીએસઆઇ જાડેજા હાલ પીઆઇના ચાર્જમાં હોઇ, તેઓની આગેવાનીમાં  ટ્રાફિક બંદોબસ્ત ખૂબ જ પ્રશંસનીય જોવા મળ્યો છે.

હાલ દિવાળી પર્વ પૂર્વ ફટાકડા - મીઠાઇ  ગીફટ આર્ટીકલ્સ તેમજ ઇલેકટ્રોનિકસ આઇટમોની વધુ ખરીદી જોવા મળી હતી. પર્વ ટાંકણે ટ્રાફિકની પ્રસંશનીય કામગીરી બદલ પોલીસ અધિકારી જાડેજા અને તેના સ્ટાફને બીરદાવાઇ રહ્યા છે.

(11:21 am IST)