Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

પોરબંદરની ડો. ગોઢાણીયા એમ.બી.એ કોલેજ દ્વારા રંગોળી સહિતની વિવિધ સ્‍પર્ધાઓ યોજાઇ

પોરબંદર તા. ૪ :.. માલદેવજીભાઇ ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ડો. વિ. આર. ગોઢાણીયા બી. એઙ કોલેજમાં દીપોત્‍સવી પંચ દિન ઉત્‍સવની ઉજવણીના ભાગરૂપે ડીગ્રી એન્‍જિનીયરીંગ કોલેજમાં ચાલતી ડો. ગોઢાળીયા એમ. બી.એ., કોલેજ દ્વારા પ્રશિક્ષણાર્થીઓ માટે રંગોળી, વેલડ્રેસ, કાર્ડ મેકિંગ અને સ્‍વીટ વિધાઉટ ફાયર વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.
ડો. ગોઢાણીયા બી.એઙ કોલેજના પ્રાચાર્ય ડો. હિનાબેન ઓડેદરાએ દીપોત્‍સવી પંચે દિન ઉત્‍સવની ઉજવણી માટે ડો. ગોઢાણીયા એમ. બી. એ. કોલેજ દ્વારા આ બી.એઙ કોલેજમાં સ્‍પર્ધાઓનું આયોજન કરવા માટે ખુશી વ્‍યકત કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતાં.
ડો. ગોઢાણીયા એમ. બી. એ. કોલેજના એચ. ઓ. ડી. પ્રોફેસર દેવશ્રીબેન વિસાણાએ જણાવ્‍યું હતું કે આ સ્‍પર્ધાઓના માધ્‍યમ થકી વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શકિત વિકસાવવા પ્‍લેટ ફોર્મ આપવું જરૂરી છે. આઇ. ટી. એન્‍ડ એન્‍જિનીયરીંગ કોલેજના પ્રિન્‍સીપાલ ડો. સંજય અગલે જ્ઞાન-કૌશલ્‍યમાં બી. એઙના વિદ્યાર્થીઓને શ્રેષ્‍ઠ ગણાવી તેમાં સ્‍કીલની નિપુણતા ઉમેરદવામાં આવે તો સોનામાં સુગંધ ભળશે અને તેઓ સર્વાંગી ક્ષેત્રે વિકાસની નવી ઊંચાઇઓ હાંસલ કરશે. ડો. વી. આર. ગોઢાણીયા બી. એઙ કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્‍યું હતું કે યુવાનોમાં જોમ, જુસ્‍સો, ઉમંગ, આવડત બધું છે બસ તેને યોગ્‍ય માર્ગદર્શનની જરૂરીયાત છે.
વેલ-ડ્રેસ સ્‍પર્ધામાં પ્રથમ નંબરે નિમેશ ઓડેદરા, દ્વિતીય નંબરે ભાવિશા ઓડેદરા, તૃતીય નંબરે જાનકી જોષી અને ગીતા ભૂતિયા વિજેતા થયેલ હતાં. આ સ્‍પર્ધામાં નિર્ણાય તરીકે પ્રો. બ્રિજેશભાઇ દેસારી, પ્રો. મનીષાબેન ઓડેદરા સેવા આપી હતી.

 

(10:27 am IST)