Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ઉનાના વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાની કરાટે સ્‍પર્ધામાં ઝળકયા

ઉનાઃ પંજાબ રાજ્‍યમાં ઓલ ઈન્‍ડીયા ઈન્‍વીટેશનલ કરાટે ચેમ્‍પીયનશીપ રાષ્‍ટ્રીય કક્ષાની યોજાઈ હતી. જેમાં ઉના તાલુકાના ખેલાડીઓએ કાટે અને કરાટેનું સિહાન રમેશકુમાર ભટ્ટ દ્વારા માર્ગદર્શન અને તાલીમ મેળવી હર્ષ પંપાણીયાએ બ્રોન્‍ઝા, આર્યવિર પારેખ સિલ્‍વર કરાટે ફાઈટીંગ, કાટામાં ગોલ્‍ડ મેડલ, મીત બાંભણીયા બન્નેમાં બ્રોન્‍ઝા, કાર્તિક સોસાએ બન્ને ગેમમાં બ્રોન્‍ઝા, અશોક ચૌહાણએ સિલ્‍વર, રોબીલ સોલંકી ગોલ્‍ડ, કેતન સોલંકીએ બ્રોન્‍ઝા, સિલ્‍વર, દેવ બાંભણીયાએ ગોલ્‍ડ, સિલ્‍વર, કાજલબેને ગોલ્‍ડ મેડલ મેળવી કુલ ૧૮ મેડલો મેળવી વિજેતા થતા સમગ્ર ગુજરાત રાજ્‍ય અને ગીર સોમનાથ જીલ્લાનું ગૌરવ વધારેલ છે. કરાટેમાં વિજેતા વિદ્યાર્થીઓની તસ્‍વીર

 

(10:18 am IST)