Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

પોરબંદરમાં વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ વધુ એક આરોપી ઝડપાયો

પોરબંદર તા. ૪ :.. વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ ખાસ જેલના કાચા કામના કેદી આરોપી દિલીપ ઉર્ફે રામજા પરમારને પકડીને જામીન ઉપરથી ફરાર થયેલ વધુ એક આરોપીને પકડવામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે.

પોલીસ મહાનિર્દેશકની કચેરી સી. આઇ. ડી. ક્રાઇમ ગાંધીનગરની કચેરી તરફથી  રાજયના પેરોલ-ફર્લો વચગાળાના જામીન, પોલીસ જાપ્તા માંથી તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું  આયોજન કરેલ હોય જે અનુસંધને અસરકારક કામગીરી કરાવ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસીંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની દ્વારા પેરોલ-ફર્લો સ્કોડની ટીમને સુચના કરવામાં આવેલ જે અન્વયે ઇ-ચા. પોલીસ સબ  ઇન્સ. એચ. સી. ગોહીલ પેરોલ ફર્લો સ્કોડનાઓએ પેરોલ-ફર્લો તથા  એસ. ઓ. જી. ટીમને આવા ફરારી આરોપીઓ અંગે હકિકત મેળવવા સુચના કરતા એસ. ઓ. જી.ના પોલીસ કોન્સ. સંજયભાઇ ચૌહાણને બાતમી રાહે હકિકત મળેલ કે પોરબંદર ખાસ જેલના કાચા કામના કેદી દિલીપ ઉર્ફે રામજાને ગોવિંદભાઇ પરમાર રહે. કડીયા પ્લોટ શેરી નં. ૧ વાળો હાલ કડીયા પ્લોટમાં તેના રહેણાંક મકાન પાસે આવેલ છે. જે હકિકત આધારે પેરોલ-ફર્લો સ્કોડ તથા એસ. ઓ. જી.ના સ્ટાફના માણસોને મોકલી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી કોવિંદ-૧૯ રીપોર્ટ કરાવી પોરબંદર ખાસ જેલ ખાતે પરત મોકલી આપેલ છે. વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડવામાં પેરોલ-ફર્લોની ટીમને વધુ એક સફળતા મળેલ છે.

સદરહુ કામગીરી પીએસઆઇ એચ. સી. ગોહીલ, તથા એએસઆઇ એ. જે. સવનીયા તથા વજશીભાઇ વરૂ પેરોલ-ફર્લો સ્કોડ પોરબંદર તથા હેડ કોન્સ. સરમણભાઇ રાતીયા તથા પોલીસ કોન્સ. સંજયભાઇ ચૌહાણ, મોહીતભાઇ ગોરાણીયા, તથા વિપુલભાઇ બોરીચા એસ. ઓ. જી. દ્વારા કરવામાં આવેલ છે.

(12:57 pm IST)