Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં સવા લાખ ગુણી મગફળીની આવક : મણના ૭૨૫થી ૧૦૬૧ ઉપજ્યા

ગોંડલ : તસ્વીરમાં યાર્ડમાં મગફળીનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૪: સૌરાષ્ટ્ર નાં અગ્રીમ ગણાતાં માર્કેટ યાર્ડમાં ગઇકાલે સવા લાખ ગુણી મગફળીની આવક થવાં પામી હતી.મગફળી ભરેલાં વાહનોની કતારો લાગી હતી અને રાત્રી થીજ ઘસારો થવાં પામ્યો હતો.મગફળીની સીઝન શરૃં થતાં છેલ્લાં એક મહીનામાં કુલ ૯૮૩૨૫૬ ગુણી મગફળીની વ્યાપક આવક થવાં પામી છે.ગત વર્ષે આ સમયે બે લાખ ગુણીની આવક થવાં પામી હતી.ચોમાસું ટનાટન ગયું હોય મગફળી નું વિપુલ પ્રમાણ માં વાવેતર ખેડૂતો દ્વારા કરાયું હોય મગફળીનું ઉત્પાદન પણ ભારે માત્રામાં થયું છે.છેક હળવદ,જામનગર સહીત સૌરાષ્ટ્રભરમાં થી મગફળી ગોંડલ યાર્ડમાં ઠલવાઇ રહીછે.ભારે ધસારાને કારણે યાર્ડ દ્વારા આવક બંધ કરાઇ હતી.અલબત હજું પણ માતબર આવક ચાલું રહેવાં ની શકયતા છે.

આજે જાડી મગફળી નાં વીસ કિલો નાં ભાવ રૂ.૭૨૫ થી રૂ.૧૦૫૧ તથાં જીણી મગફળી નાં રૂ.૭૨૫ થી રૂ.૧૦૬૧ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

(10:07 am IST)