Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પરંપરાગત પરિક્રમાનાં પથનું નિરીક્ષણ કરતા ડો. સૌરભ પારઘી

જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં તા.૮ થી તા.૧૨સુધી ગિરનાર પરિક્રમા યોજાનાર છે. પરિક્રમામાં મોટીઙ્ગ સંખ્યામાં યાત્રાળુઓ જોડાનાર હોય યાત્રીકોની સહુલીયતઙ્ગ અને સુખાકારીની વ્યવસ્થાઓ તથા પરીક્રમા પથનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘી પરિક્રમા પથ પર પગપાળા ભ્રમણ કર્યુ હતુ. કલેકટર સાથે પોલીસ અધિક્ષક સૈારભસિંદ્ય, નાયબ વનસંરક્ષક સુનિલ બેરવાલ, જૂનાગઢ મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, સહાયક વન સંરક્ષક બી.કે.ખટાણા જોડાયા હતા.ઙ્ગઅત્રે ઉલ્લેખનિય છે કે રવિવારની વહેલી સવારે વરીષ્ઠ અધીકારીઓ પરીક્રમા રૂટનાં વિવિધ પડાવો અને કપરા માર્ગોનાં નિરીક્ષણ કરવા સાથે હિંસક વન્ય પ્રાણીઓથી યાત્રીકોની સુરક્ષા, વનપ્રદેશમાં વિવિધ જગ્યાઓ પર રાખવામાં આવેલ પીવાનાં પાણીની સવલતો, આરોગ્ય માટેની સુવિધાઓ, યાત્રીકોની સવલત માટે માહિતી કેન્દ્ર, અને વન્ય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટીની જાળવણી માટે રાખવામાં આવતી તકેદારીનાં લેવામાં આવનાર પગલાઓની ઝીણવટભરી જાણકારી મેળવવામાં આવી હતી.ઙ્ગગિરનાર પરીક્રમાનાં ૩૬ કીલોમિટરનાં પ્રદિક્ષણા પથ પર આવતી નળપાણીની દ્યોડી, માળવેલાની દ્યોડી સહિત કપરા ચડાણો પણ અધિકારીઓએ જઇને ત્યાની વ્યવસ્થાઓ નિહાળી હતી. આમ આજે પરીક્રમાના પથ પર કલેકટર સહિત વરીષ્ઠ અધિકારીઓએ પગપાળા પ્રવાસ કરીને પરીક્રમા દરમ્યાન યાત્રીકો માટે હાથ ધરવામાં આવેલ અને આવનાર સવલતોની જાણકારી મેળવી હતી.

(1:18 pm IST)