Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બેંક ઓફ બરોડા શાખા શહેરથી દૂર ખસેડવાના નિર્ણય સામે ખાતેદારોમાં રોષ

ભાણવડ તા.૪ : શહેરની મધ્યે આવેલી બેંક ઓફ બરોડા શાખા શહેરથી દૂર ખસેડવાની થઇ રહેલ હિલચાલ સામે શહેરના ખાતેદારોએ વિરોધ નોંધાવ્યો છે અને જો શહેરથી દૂર ખસેડવામાં આવશે તો ખાતેદારો પોતાના ખાતા અન્યત્ર બેંકમાં શિફટ કરી દેશે એ મુજબની ચિમકી ઉચ્ચારી છે.

ગાંધીચોક હવેલી શેરીમાં આશરે ત્રણ દાયકાથી કાર્યરત બેંક ઓફ બરોડા શાખાને બારોબાર ખસેડવાની પેરવી થઇ રહી હોવાની શહેરના ખાતેદારોને જાણ થતા લેખીત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે અને બેંક જે સ્થળે કાર્યરત છે ત્યા જ ચાલુ રાખવા માંગ કરેલ છે.શહેર મધ્યે આવેલ હોય વેપારીઓ અને શહેરીજનોએ પોતાના ખાતા આ બેંકમાં ખોલાવ્યા છે તેમજ સીનીયર સીટીઝનો, મહિલાઓએ પણ પોતાના ખાતા એકદમ શહેર મધ્યમાં હોવાની સાનુકુળતાને કારણે આ બેંકમાં ખોલાવેલ છે અને બેંકમાં પેૈસાનો વ્યવહાર કરવામાં એકદમ સરળ અને સલામતી પણ બહુ જ છે.

પરંતુ ખાતેદારોને જાણવા મળ્યા મુજબ આ બેંકને બારોબાર ખસેડવાની હિલચાલ થઇ રહી હોઇ જેનો વિરોધ નોંધાવતા રીજીયોનલ મેનેજર બેંક ઓફ બરોડા જામનગરને સંબોધીને રજૂઆત કરવામાં આવેલ છે.

(11:59 am IST)