Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જામકંડોરણામાં જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી

જામકંડોરણાઃ જામકંડોરણામાં જલારામ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લોહાણા મહાજન ટ્રસ્ટ અને લોહાણા યુવક મંડળ દ્વારા પૂજયશ્રી જલારામ બાપાની રર૦ મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે શ્રી જલારામ મંદિરે અન્નકુટ દર્શન, મહાપ્રસાદ, શ્રી જલારામ મંદિરે મહાઆરતી તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ શોભાયાત્રા વાજતે-ગાજતે ડી. જે. ના સંગીત સાથે જલારામ મંદિરથી શરૂ થઇ શહેરના મુખ્ય માર્ગો પર ફરી જલારામ મંદિરે પૂર્ણ થઇ હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. (તસ્વીર-અહેવાલ-મનસુખભાઇ સી. બાલધા-જામકંડોરણા)

(11:57 am IST)