Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સોમનાથ જલારામ મંદિરે જલારામ જયંતિએ લંડનના પરિવારે દર્શન-પ્રસાદનો લ્હાવો લીધો

પ્રભાસ પાટણ તા. ૪: સોમનાથ ખાતે રામરાખ ચોકની ગલીમાં આવેલ જલારામ મંદિરે જલારામ જન્મ જયંતિની ખાસ ઉજવણી કરવામાં આવેલ.

જલારામ જન્મજયંતિ મંદિરે સવારે ધ્વજા પૂજા, ધ્વજારોહણ તથા પૂજય ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રે જઇ ભોજન પ્રસાદી અપાશે અને બપોર પછી જલારામ બાપાની ધૂન ભજન-પ્રસાદી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

સાત સમંદર પાર લંડન વસતા મુળ પ્રભાસપાટણ પણ હાલ લંડન નિવાસી દુર્લભદાસ જીવા ચુડાસમા-ધોબી પરીવાર પ્રતિવર્ષ છેલ્લા ૧૪ વરસથી પરીવાર સાથે સોમનાથ જલારામ મંદિરે જન્મ જયંતિ પ્રસંગે પધારે છે. આ વર્ષે પણ જલારામ બાપાના દર્શન-પ્રસાદનો લાભ લીધેલ છે.

આ પરિવારે સ્વ. દાદા જીવા સવજી ચુડાસમા અને સ્વ. દાદી મીઠીબાઇ ચુડાસમાની સ્મૃતિમાં આ જલારામ મંદિર બનાવેલ છે તેમના પરીવારનાં મુકુંદભાઇ દુર્લભદાસ ચુડાસમા તથા મીના બહેન ચુડાસમાં તેઓ પરીવાર સાથે લંડનથી પધારેલ તેમજ તેમનાં પરીવારનાં અમેરીકા, ન્યુઝીલેન્ડ, યુ.કે. ગુજરાત-બોમ્બે઼થી તેમના સ્નેહીઓ પણ આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા.

(11:47 am IST)