Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા

ટંકારામાં સ્નેહમિલન, સરસ્વતી સન્માન મહાયજ્ઞ ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો સંપન્ન

ટંકારા તા.૪ : ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહમિલન, સરસ્વતી સન્માન તથા શૈક્ષણિક સંકુલ ભૂમીપૂજનનો કાર્યક્રમ યોજાયેલ.

ત્રિવેણી કાર્યક્રમમાં ટંકારા તાલુકાનો પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, શિવલાલભાઇ વેકરીયા, ગોવિંદભાઇ ખુંટ, મોરબી યાર્ડના પ્રમુખ મગનભાઇ વડાવીયા, ઉપપ્રમુખ ભવાનભાઇ ભાગીયા, પીજીવીસીએલના એન્જી. સોજીત્રા સાહેબ, પીએસઆઇ એ.બી.બગડા, નાયબ મામલતદાર એમ.જે.પટેલ, ખોડલધામના ગોપાલભાઇ રૂપાપરા વગેરે ઉપસ્થિત રહેલ.

ધારાસભ્ય પટેલે નૂતન વર્ષની શુભેચ્છા આપતા જણાવેલ. ટંકારા તાલુકાના લેઉવા પાટીદાર સમાજે શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરેલ છે તે માટે અભિનંદનને પાત્ર છે. લલીતભાઇ કગથરાએ શૈક્ષણિક સંકુલ માટે પાંચ લાખ રૂ.ની ગ્રાંટ આપવાની જાહેરાત કરેલ. મહેમાનો તથા શિવલાલભાઇ વેકરીયાનું મોમેન્ટો આપી સન્માન કરાયેલ.

નાયબ મામલતદાર માખેચા શ્વેતાએ ફીઝીયો થેરાપીસ્ટ ભાગીયા શિતલ જી. સહિત ધો.૧૦ થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના ૯૦ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરેલ હતુ. શૈક્ષણિક સંકુલ માટે મુખ્ય દાતા દેવજીભાઇ કલાભાઇ પટેલ ૫૧,૫૧૦૦૦ (એકાવન લાખ એકાવન હજાર)નું પાઘડી પહેરાવી સન્માન કરાયેલ.

શ્રીમતી જયાબેન ટપુભાઇ ગોસરા તરફથી ૨૫,૫૧,૦૦૦ તથા મોતીભાઇ નરસીભાઇ ભાગીયા ૫,૫૧,૦૦૦, હેમંતભાઇ મોહનભાઇ દુબરીયા, ૫,૫૧,૦૦૦, વિનોદભાઇ મોંઘાભાઇ ભાગીયા ૫,૫૧,૦૦૦, નાથાભાઇ નરસીભાઇ ભાગીયા ૫,૫૧,૦૦૦, સ્વ. નથુભાઇ ગોકળભાઇ ઢેઢી ૫,૫૧,૦૦૦નો ફાળો આપેલ. કુલ ૩,૫૧,૦૦,૦૦૦ કુલ ત્રણ કરોડ એકાવન લાખ એકઠા થયેલ.

આ પ્રસંગે મુખ્ય અશોકભાઇ ડી.પટેલે મહિલા સમિતિ તથા યુવાનોની સમિતિનું  સન્માન કરાયેલ. ભવિષ્યમાં વધુ જવાબદારીઓ સ્વીકારવા અનુરોધ કરેલ.

શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજન માટે આચાર્ય દિપકભાઇ પંડયાની અધ્યક્ષતામાં ૫૧ કુંડી યજ્ઞ યોજાયેલ. ટંકારા તાલુકાના પાટીદાર નવદંપતીઓએ યજ્ઞમાં આહુતી આપેલ અને બીડા હોમેલ.

સરદાર લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અશોકભાઇ ડી.પટેલ, ઉપપ્રમુખ બેચરભાઇ ઢેઢી, એડવોકેટ સંજયભાઇ ભાગીયા, ગંગારામભાઇ ડી.ચૌધરી તથા કારોબારી સભ્યો યુવાનોની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાયેલ.

તા.૩૦ના રોજ કાર્યક્રમ હતો પરંતુ ભારે વરસાદના કારણે મંડપ ડેકોરેશન જગ્યા પલળી જતા આજે કાર્યક્રમ યોજાયેલ. સ્લોગન ગૃપ દ્વારા ૧૧ લાખના દાનની જાહેરાત કરાયેલ.

(11:43 am IST)