Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દ્વારકા અને બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા મંત્રી કૌશિકભાઇ પટેલ

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાત રાજયના મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ ગઇકાલે દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. દ્વારકા ખાતે મંત્રીશ્રીએ ગઇકાલે ભગવાન દ્વારકાધીશના મંદિરે સવારે મંગળા આરતી કરી દર્શન કર્યા હતા અને સાંજે ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. રાત્રીરોકાણ બાદ મંત્રીશ્રીએ આજ રોજ સવારે બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકા ખાતે દાંડી હનુમાન ખાતે દર્શન કર્યા હતા અને ત્યાર બાદ બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને અમદાવાદ જવા રવાના થયા હતા. આ મુલાકાત સમયે દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીણા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી દર્શન વિઠલાણી, દ્વારકાના મામલતદારશ્રી અને મહાનુંભાવો સાથે રહયા હતા.

(11:36 am IST)