Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ધોરાજીના ભોળા ગામે ત્રણ શખ્સોએ છાડવદરના આહીર યુવાનને રોકી મારી રૂપિયા ૧૧ હજારની લૂટ ચલાવી

ધોરાજી,તા.૪: તાલુકાના છાડવાવદર ગામ ખાતે રહેતા નાથા ભાઈ ગોવિંદભાઈ સોનારા ઉંમર વર્ષ ૫૬ એ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે સામેવાળા ગોવિંદભાઈ દાસાભાઈ કરમટા રહે ધોરાજી અરજણભાઈ ભીખાભાઈ રબારી રહે રાયધરા નેસ તાલુકો ધોરાજી અને એક અજાણ્યો ઈસમ કુલ ત્રણ શખ્શો ધોરાજી તાલુકાના ભોળા ગામ પાસે જતા હતા ત્યારે ભોળા ગામની મિસ્ત્રીની દુકાન પાસે ઉભેલ હતા એ સમયે ત્રણ આરોપીઓ સ્કોર્પિયો માંથી ઉતરી પાસે આવી આરોપી નંબર ૧ ગોવિંદભાઈ દાસાભાઈ સાથે ગઈકાલે વાડી ની બાબતમાં બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી ઢીકાપાટુનો મારમારી કુહાડી ની ઉંધી બૂંધના ધા ડાબા સાથળ મારી ઇજા કરી અને ફરિયાદીના ખિસ્સામાં રહેલ રૂપિયા ૧૧૦૦૦ તેમજ આધાર કાર્ડની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા અંગે પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ રાણા એ આરોપી સામે આઇપીસી કલમ ૩૯૪ ૫૦૪ ૫૦૬ ૨ ૧૧૪ ૧૩૫ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

(11:35 am IST)