Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીનું તુરત જ વળતર ચુકવોઃ મગફળી-કપાસ-ડુંગળી-કઠોળને ભારે નુકશાન

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાયની માંગણીઃ કિસાન સંઘનું આવેદન

રાજકોટ તા. ૪: ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય ચુકવવા અને સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીનું તુરત જ વળતર ચુકવવા માંગણી કરી હતી.આવેદનમાં ઉમેર્યું હતું કે, પહેલા તો ઘણા બધા વિસ્તારમાં વાવણી પછી બીજો વરસાદ ન થવાના હિસાબે ઘણા ખેડૂતોને બીજી વખત વાવણી કરવી પડેલ હતી. તેમજ ૧-૮-ર૦ર૧ના થી ૩૧-૮-ર૦ર૧ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકામાં વરસાદ થયેલ નથી જે ૩૧ દિવસનો સમય ગાળો છે. તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ર૮ દિવસના નિયમ મુજબ ખેડૂતોને સહાય ચૂકવવી જોઇએ.રાજયમાં અતિવૃષ્ટિના રૂપમાં વરસાદથી અકલ્પનીય ખેડૂતોને નુકસાની થયેલ છે, જેવી કે ઉભા પાક બરબાદ થઇ ગયેલ છે, સૌરાષ્ટ્રના મુખ્ય પાકો જેમ કે મગફળી, કપાસ, ડુંગળી અને કઠોળ જેવા પાકોને ભયાનક નુકસાન થયેલ છે. તેમજ મગફળીના પાકવાના સમયે વરસાદ થવાના હિસાબેન મગફળીની અંદર પણ મબલક નુકશાન થયેલ છે. અગાઉ થયેલ સર્વે ફકત કપાસની નુકસાનીનો જ કરેલ છે, પરંતુ દરેક ચોમાસું પાકનો ફરી સર્વે કરી ને તમામ પાકો, સાથે પશુપાલનના ચારાને પણ નુકસાન થયેલ છે. તો આ નુસાનીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય ચુકવવામાં આવે એવી માંગણી કરીએ છીએ. સૌરાષ્ટ્રના અમુક તાલુકામાં ર૪ કલાકની અંદર અતીથી અતી ભારે વરસાદ પડવાના હિસાબે જમીનમાં મોટા પાયે ધોવાણ થયેલ છે, બંધ પાળા તૂટીને મોટુ નુકસાની થયેલ છે, તેમજ ખેતરના ધોવાણ થઇ ગયેલ છે, જે જમીન પાક ઉગાડવા લાયક જમીન રહી નથી, તેમજ જમીનના ધોવાણની નુકસાનીનું વળતર ચૂકવાઇ એવી માંગણી છે.

(3:17 pm IST)