Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ખંભાળીયાથી ડેમ છલકતા લાખો લીટર પાણી ગોઇજ પાસે કોઝવેમાંથી દરિયામાં વહી જાય છે !!

ખંભાળીયા તા.૪ : એક માત્ર ઘી ડેમજ તાલુકા કક્ષાએ મોટો હોય જે ઓવરફલો થતા રોજનું લાખો લીટર મીઠુ પાણી આયોજનના અભાવે દરિયામાં વેડફાઇ જાય છ.ે

મુળ ગોઇજના વતની તથા હાલ જામનગરના જૈન અગ્રણી ભાવેશ હરિયાએ એક મુલાકાતમાં જણાવેલ કે ધી નદી પર ડેમ બીજો ઘી-ર હર્ષદપુર વિસોરી વચ્ચે બની શકે તેમ છે જેના બનેલ હોય તથા ગોઇજ રેકલેનેશન ડેમનું પણ કામ ના થતા તથા કોઝવે પાસે પાણી રોકવાની કંઇ વ્યવસ્થાના થતા ઝાડીઓ અને માટીવાળી જગ્યાએથી હાલ રોજનું લાખો લીટર પાણી મીઠુ છે જે દરિયામાં વહીને નિરર્થક થઇ રહ્યું છે તો બીજી બાજુ આ પાણી રોકાય તો ખેડુતોને મુળ ફાયદો થાય તેવું છે.

(1:20 pm IST)