Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

જુનાગઢ જેલમાંથી મોબાઇલ ફોન, બીડી, તમાકુ મળવાનો સિલસિલો યથાવત

પાંચ કેદીઓ સામે પોલીસ કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૪ : જુનાગઢ જેલમાંથી મોબાઇલ ફોન, બીડી તેમજ તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહેતા વધુ પાંચ કેદી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

રવિવારે જુનાગઢ જિલ્લા જેલમાં જેલર એફ.એસ.મલેક વગેરેએ ઝડપી લીધી હતી જેમાં પ્લાસ્ટીકની કોથળીમાં વીંટાળીને સંતાડી રાખેલો બેટરી તથા સીમકાર્ડ સાથેનો કિપેડવાળો મોબાઇલ ફોન તેમજ સુંગધિત તમુકાવા ર૪ નાના, બુધાલાલ તમાકુની પ૮ પડીકી, ઉપરાંત સંભાજી અને રાજકમલ બીડીની ૧૦-૧૦ પડીકી વગેરે જેલ પ્રતિબંધિત ચીજવસ્તુ નવી આવી હતી.

આથી કાચા કામનો કેદી મુકેશ મુળજી વાઘેલા, નરેશ હસમુખ સોલંકી, ફઇમ ઉર્ફે સુલતાન જાવેદ કામદાર, અબ્દુલ ગની, ફારૂક કુસવાડીયા અને બહાદુર સામત લાલુ સામે ગુનો દાખલ કરાવવામાં આવતા એ ડીવીઝનના પી.એસ.આઇ. આર.પી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)