Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ગાંધી જયંતિ નિમિતે સફાઇ

 સાવરકુંડલા :તાલુકા ભાજપના પ્રમુખ જયસુખભાઈ સાવલિયાના અધ્યક્ષ સ્થાને અને અમરેલી જિલ્લા પંચાયત ના ચેરમેન પુનભાઈ ગજેરાની ઉપસ્થિતિમાં વંડા ગામે મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ નિમિતે સફાઈ અભિયાન કાર્યક્રમ તેમજ વંડા ખાતે ની ખાદીકાર્યાલય ખાદીની ખરીદી કરી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય રાહુલભાઈ રાદડીયા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ નિલેશ ભાઈ. દિલુભાઇ ખુમાણ શંભુભાઈ મકવાણા મુકેશભાઈ મહિડા પ્રમોદભાઈ રંગાણિ. શિવરાજભાઈ મૈત્રા વિનુભાઈ ભુવા . વિગેરે ભાજપ ના હોદેદારો અને ગ્રામજનો ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયેલ હતો.

(1:16 pm IST)