Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

રોણકી ગામ પાસે વાડીએ દવા પી લેનાર કેશુભાઇએ દમ તોડી દીધો

રાજકોટ તા. ૪: રોણકી ગામ પાસે ઝેરી દવા પી લેનાર રેલનગરના પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ રેલનગર મેઇન રોડ પર પોપટપરા સ્મશાન સામે રહેતા કેશુભાઇ વાઘજીભાઇ ઝંઝવાડીયા (ઉ.વ.પ૦) એ ગત તા. ર૭ના રોજ રોણકી પાસે આવેલી વાડીએ કોઇ ઝેરી દવા પી લીધી હતી. બાદ પોતે ઘરે આવી પોતે પરિવારજનોને દવા પી લીધી હોવાનું જણાવતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક કેશુભાઇ ખેતીકામ કરતા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી. એમ. અકવાલીયા તથા રાઇટર મહેશભાઇ કછોટે તપાસ હાથ ધરી હતી. ત્રણ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(11:55 am IST)