Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મોરબીના જૂના રફાળેશ્વર રોડ પર ભુગર્ભ ગટરના ખાડામાં ટ્રક ફસાયો

 મોરબી : પંથકમાં અનેક વિસ્તારમાં ખુલ્લી ગટર અને ઢાંકણા વિનાની ગટર જોવા મળે છે જેના પગલે અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે મોરબીના જુના રફાળેશ્વર રોડ પર રેલ્વે ફાટક પાસેથી પસાર થતો એક ટ્રક ભૂગર્ભ ગટરના ખાડામાં ફસાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આવા ભૂગર્ભ ગટરના ખાડા અને ખુલ્લી કુંડીના પગલે અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે ત્યારે તંત્ર અકસ્માતો રોકવા ગંભીરતા દાખવે અને ખુલ્લી કુંડીઓ તેમજ ભૂગર્ભ ગટરના ખાડાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

(11:24 am IST)