Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ધોરાજીમાં આરોગ્ય અને સફાઇના પ્રશ્ને નિવૃત સૈનિક ઉપરવાસ પર

ધોરાજી,તા.૪: ધોરાજી માં રોગચાળાએ માઝા મૂકી છે. ત્યારે તંત્ર નીરસ અને નેતાઓ નિંદ્રાધીન છે. આવી સ્થિતિમાં શહેરમાં સફાઈ અને જન આરોગ્યના પ્રશ્ને રિટાયર્ડ આર્મીમેન ગંભીરસિંહ વાળા અન્યાય સામે લડત આપવા અને નિંદ્રાધીન અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જગાડવા આજથી પ્રાંત કચેરી ખાતે ગાંધી ચીંધ્યા રાહે પ્રતીક ઉપવાસ પર ઉતરશે.

ધોરાજી શહેરમાં ગંદકી, કચરો અને ડેંગ્યુ, વાયરલ જેવા રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. અને જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સામે લોક અવાઝ બની મેદાને આવવા નિવૃત સૈનિક એ આવવું પડ્યું છે.

ધોરાજી શહેરમાં છેલ્લા બે માસથી ભયંકર રોગચાળો વકર્યો છે. દ્યેર દ્યેર માંદગીના બિછાના છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના કીડીયારા ઉભરાઇ રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કે એકપણ બેડ ખાલી ન હોય આવીઙ્ગ કફોડી હાલતમાં શહેર મુકાઈ જવા પામ્યું છે.

ડેન્ગ્યુના રોગચાળાની ચપેટમાં આવી ગયેલા ગરીબ અને મધ્યમ પરિવારોની હાલત અત્યંત દયનિય છે.

આમ છતાં શહેરમાં સફાઈ કે ફોગીંગ કરવા જેવી કામગીરી નક્કર રૂપે હાથ ધરવામાં આવી નથી. જવાબદાર અધિકારીઓ ની આળસ અને નેતાઓનું મૌન ધોરાજી માટે અકળાવનારું બન્યું છે.

આવા સંજોગોમાં પ્રજાની વેદનાને વાચા આપી તેનો અવાઝ બનવાનું કર્તવ્યઙ્ગ માત્ર અખબારો એ જ નિભાવ્યું છે.ધોરાજી ની જનતાની ને થતા અન્યાય સામે આંદોલન કરવા નીકળેલા નિવૃત સૈનિક ગંભીરસિંહ વાળાએ જણાવેલકે આઠ દિવસ પહેલા તંત્રને અલ્ટીમેટમ આપ્યું હતું. છતાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. આથી આજથી પ્રાંત અધિકારી ની કચેરી સામે પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવશે. દેશની રક્ષા માટે સરહદે લડ્યા હવે લોકોના હિત માટે અહિંસાની લડાઈ લડીશું... આ લડાઈ સમગ્ર શહેરના જન આરોગ્ય માટેની છે. આથી ધોરાજીની જનતા જનાર્દનનો સહકાર મળશે.વિશેષ જણાવેલકે ઉપવાસ છાવણી માટે મંજૂરી મળે કે ના મળે આંદોલન કરવામાં આવશે જ.

આ પ્રતીક ધરણા માં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા પોતાના સમર્થકો સાથે તા.૫ થી ધરણા પર ઉતરશે...

ધોરાજી ની જનતાના હિત માટે જો નિવૃત સૈનિકએ આંદોલન કરવું પડતું હોય તો રાજકીય નેતાઓ માટે આ શરમજનક બાબત ગણી શકાય.

(12:04 pm IST)