Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

દામનગરમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્લાસ્ટીક મુકત અભિયાન જાગૃતિ રેલી યોજાઇ

શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવા ત્રણ માસ કાપડની થેલી વિતરણનો ધ્યેય

દામનગર તા.૪ :  દામનગર શહેર મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જયંતી એ પ્લાસ્ટિક મુકત અભિયાન ને વેગ આપતી રેલી ઓઙ્ગ મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ અને જે એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ની એક હજાર થી વધુ વિદ્યાર્થીની ઓ વિશાળ રેલી યોજી પ્લાસ્ટિક મુકત અભિયાન માટે કાપડ થેલી સાથે પોસ્ટર બેનર અને સુત્રોચ્ચાર દ્વારા જન જાગૃતિ રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી ત્રણ માસ માં ત્રણ વખત કાપડ થેલી વિતરણ કરી પ્લાસ્ટિક મુકત અભિયાન ને સફળ બનાવવા  પ્રયાસ કર્યો છે.

દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ થી પ્રસ્થાન થયેલ હજારો વિદ્યાર્થી ઓ ની વિશાળ રેલી પ્લાસ્ટિક મુકત અભિયાન સ્વચ્છતા ની હિમાયત કરતા પોસ્ટર બેનર સાથે શહેર ની મુખ્ય બજારો માં નગર પાલિકા ના વાહનો તમામ કર્મચારી શ્રી તમામ અધિકારી શ્રી ઓ અને પદા અધિકારી ઓ ના નેતૃત્વ માં શહેર ની મુખ્ય બજારો માંઙ્ગ પ્લાસ્ટિક ઝબલા ના વપરાશ પર પ્રતિબંધ ફરમાવતીઙ્ગ અપીલ કરતા ફરી હતીઙ્ગ

તાલુકા કલ્યાણ મંડળ દ્વારા લાખો ની સંખ્યા માં કાપડ થેલી ઓ નું વિતરણ કરતી તાલુકા કલ્યાણ સંચાલિત વિઠલભાઈ મોરારીભાઈ અજમેરા પ્રાથમિક કન્યા શાળા થી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી સ્વચ્છતા અભિયાન ના પોસ્ટર બેનર સાથે કાપડ થેલી ઓ ના વિતરણ કરતી શહેર ભર ની મુખ્ય બજારો માં ફરી એસ વી અને ઓમ સાઈ સનરાઈઝ પ્રાથમિક શાળા થી પ્રસ્થાન રેલી શહેર ભર માં ફરી સ્વચ્છતા અભિયાન માટે જનજગૃતિ ના કટ આઉટ પોસ્ટર બેનર સાથે શહેર ભર ની શાળા ઓ ની રેલી ઓ માં સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા વેપારી વિવિધ સંગઠનો આ રેલી માં જોડાયા હતાઙ્ગત્રણ માસ સુધી નિરંતર કાપડની થેલીનું વિતરણ કરી શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવાની પ્રતિજ્ઞા લેવાઇ હતી.

(12:01 pm IST)