Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગોંડલમાં જેતપુર દેરડીધારની પરણિતા ઉપર સંદિપ ભરવાડે દુષ્કર્મ ગુજાર્યુ

ભોગ બનનાર પરણિતાએ સાચવવા આપેલ ૧.ર૦ લાખની રોકડ રકમ અને દાગીના સુગના દેવીપૂજક અને ચેતના ડાભી ચાંઉ કરી ગયા : ત્રણેય સામે ગુન્હો નોંધાયો

ગોંડલ, તા. ર :  ગોંડલમાં જેતપુર દેરડીધારની પરિણીતા પર ભરવાડ શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની તેમજ તેની સાથેની બે મહિલાએ ૧.ર૦ લાખની રોકડ રકમ અને દાગીના ઓળવી જતા સીટી પોલીસમાં ફરીયાદ થઇ છે.

જેતપુર તાલુકાના દેરડીધાર પંથકમાં રહેતી પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં વોરાકોટડા રોડ વિજયનગર મફતિયાપરામાં રહેતા સુગના અરવિંદભાઈ દેવીપુજક, ચેતના ડાભી અને સંદીપ ભરવાડ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી હતી,

ફરીયાદમાં જણાવ્યું હતું કે સુગના અને ચેતનાએ વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા ૧૨૦૦૦૦, સોનાના બે જોડી બુટીયા તેમજ ૫ ઓમકાર સાચવવા લીધા હતા જે પરત માંગતા મારી રોકડ તેમજ દાગીના ના આપી છેતરપિંડી કરી હતી તેમજ સંદિપ ભરવાડ નામના શખ્સે અનિતાબેન ના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ઘ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આઈપીસી કલમ ૩૭૬ ૩૪૨ ૪૦૬ ૪૨૦ ૧૧૪ ૫૦૬ ૧૧૪ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:00 pm IST)