Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિતે

બગસરાને પ્લાસ્ટીક મુકત બનાવવા સાયકલ સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઇ

 બગસરા તા.૪ : બગસરામાં ગાંધી જયંતીની ઉજવણી નગરપાલીકા તથા શહેર ભાજપ અને મેઘાણી હાઇસ્કુલ એમ સંયુકત મળીને પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

બગસરાના વિવિધ વિસ્તારોમાં સાયકલ રેલી દ્વારા પોસ્ટરો દ્વારા સ્વચ્છતાનો સંદેશો લઇ બગસરા વિસ્તાર જેવા કે બસ સ્ટેશન રોડ, વિજય ચોક, હોસ્પિટલ રોડ, ગોકુલપરા, ગોંડલીયા ચોક સહિતના વિસ્તારોમાં એનસીસીના વિદ્યાર્થીઓ શાળા વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો ન.પા. પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા, એ.વી.રીબડીયા, રાજુભાઇ ગીડા, મેઘાણી હાઇસ્કુલના પ્રિન્સીપાલ શેખવા, ન.પા. હેડકલાર્ક ખીમસુરીયાભાઇ સહિતના મહાનુભાવો સાયકલ રેલીમાં જોડાયા હતા.

સમગ્ર બગસરાને પ્લાસ્ટીક મુકત તથા સ્વચ્છતાનો સંદેશો લઇ બધા સફેદ કપડામાં સાયકલ રેલી સમગ્ર બગસરામાં નીકળી હતી.

(11:55 am IST)