Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પોરબંદર જિલ્લો બન્યાને ર દાયકા વિતી ગયા છતાં વિકાસમાં નોંધનીય ગતિ નહીં

 પોરબંદર તા ૪ :  ગાંધીજીની  ૧૫૦મી જયંતીએ પોરબંદર જીલ્લો બન્યાને રર વર્ષ પૂર્ણ થયેલ છે. આ સમય દરમ્યાન જીલ્લાના વિકાસ માટે માત્ર આશ્વાસનો મળેલ છે. વિકાસમાં નોંધનીય ગતિ થઇ નથી.

શેઠશ્રી નાનજી કાલીદાસભાઇએ ૧૯૫૬માં  પોરબંદર અલગ જિલ્લો રાલરમાં હતું શેઠશ્રી નાનજીભાઇના આંદોલન બાદ જુનાગઢમાં હતું. પોરબંદર અલગ જીલ્લો બને તે માટે લાંબા સમયની માગણી હતી, જયારે રાજયની સરકાર હતી અને મુખ્યમંત્રી પદે શંકરસિંહ વાઘેલા હતા તે સમયે કુતિયાણાના ધારાસભ્ય ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા (કડછા) એ સરકારમાં અલગ જીલ્લા માટે દરખાસ્ત કરેલી અને સરકાર વિદાય લઇ રહી તે પહેલા પોરબંદરને જીલ્લો જાહેર કર્યો હતો. નવા જીલ્લાનું દીપ પ્રાગટય તે સમયે ૪ વર્ષના દિક્ષીત વિપુલભાઇ ઠકરારના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ કલેકટર પદે મનોજકુમાર દાસે ચાર્જ સંભાળ્યો હતો, ત્યારપછી  જીલ્લાનો વિકાસ અથડાતો રહયો હતો. કેટલીક ગ્રાન્ટો અદ્રશ્ય થયાની ચર્ચા ઉઠી છે. પોરબંદર બારમાસી બંદર મધ્યમ કક્ષાના બંદરમાં રાજયનું પ્રથમ ગણી શકાય છે. મુંબઇના બંદર પછી સ્ટીમરની બર્થ માટે પોરબંદરને અગ્રતા અપાય છે. શહેરમાં મત્સ્યોદ્યોગ દેશને વધુ હુંડીયામણ કમાવી આપે છે, પરંતુ અંગત રાજકીય સ્વાર્થને પગલે બંદર વિકાસમાં બ્રેક લાગી જાય છે, જયારે મુખ્યમંત્રીપદે નરેન્દ્રભાઇ મોદી હતા અને પોરબંદરની મુલાકાત લેવા એ નેવી સાથે ભાગીદારી કરીને ગુજરાતની સંરપાલી અને કોમર્શીયલ આકાર કરી હતી, તે સમયે પોર્ટની જાહેરાત કરી હતી, પરંતુ આ દિશામાં કોઇ કાર્યવાહી થઇ શકી નથી. બંદર વિસ્તારની ભોૈગોલિક સ્થિતીના જાણકાર અર્જુનભાઇ મોઢવાડીયા તેમના ધારાસભ્યોના સમયગાળામાં બંદરીય વિકાસનો પશ્ન હાથમાં લીધો હતો. પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવિયાએ ૫૨૬ કરોડ પોર્ટના વિકાસ માટે ફાળવણી કરી હતી.

(11:39 am IST)