Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જામનગર મનપાના શોપ ઇન્સ્પેકટર પર બે શખ્શોનો હુમલો: સિક્યોરિટી ઓફિસર અજાણ !! :ફૂટેજ વાયરલ

જામનગર મહાનગર પાલિકાની શોપ શાખામાં શોપ ઇન્સ્પેક્ટર પર બે શખ્શોએ હુમલો કર્યો હતો. હુમલો કરનારા બંને શખ્સોને પોલીસને હવાલે કરાયા હતા. હુમલો કરનારા રાજકીય ઓથ ધરાવતા હોવાની પણ ચર્ચા જાગી છે.

  અંગે મળતી વિગત મુજબ મહાનગર પાલિકાની કચેરીમાં બનાવ બન્યો હોવા છતાં મહાનગર પાલિકાના સિક્યોરિટી ઓફિસર સમગ્ર મામલે અજાણ હોવાનું જાણવા મળ્યું હતુ. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સફેદશર્ટ પહેરેલો શખ્સ ઇન્સ્પેકટર સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ દરવાજા તરફ જઇને પાછો આવે છે.અને ઇન્સ્પેકટર પર હાથો વડે હુમલો કરી નાખે છે. જો કે સામે અધિકારી પણ પોતાના હાથ વડે હુમલો કરનારના બંને હાથ પકડી પાડે છે અને દરમિયાન થોડી રકઝક પણ ચાલે છે. સમયે ઓફિસમાં બીજા અન્ય માણસોની પણ ચહલપહલ જોઇ શકાય છે.

(10:58 pm IST)